ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: સેન્ટ્રલ જેલમાં 2019માં કેદીઓ પાસેથી 22 જ્યારે ચાલુ વર્ષે 8 માસમાં જ 37 ફોન પકડાયાં - special story

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેક વખત કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવે છે. ત્યારે 2019માં સેન્ટ્રલ જેલમાંથી 22 મોબાઈલ ફોન અને ચાલુ વર્ષ એટલે કે 2020ના 8 માસમાં જ 37 મોબાઈલ ફોન મળી આવ્યાં છે જે અંગે SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી ફોન કબજે કરવામાં આવ્યા હતા
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી ફોન કબજે કરવામાં આવ્યા હતા

By

Published : Sep 15, 2020, 9:23 PM IST

અમદાવાદઃ સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ઇલેક્ટ્રીક ઉપકરણ સહિત અનેક વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે તેમ છતાં અનેક વખત કેદીઓની બેરેકમાંથી અનેક વખત મોબાઈલ ફોન અને સીમકાર્ડ પણ મળી આવે છે.આ તમામ મોબાઈલ ફોન અંગે SOG દ્વારા તપાસ કરવામાં આવે છે.SOG તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2019માં જેલમાં પ્રતિબંધિત એટલે કે મોબાઈલ ફોન મળી આવ્યાં હતાં. જે અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને બાદમાં તમામ તપાસ SOGને સોંપવામાં આવી હતી ત્યારે આ ચાલુુ વર્ષ દરમિયાન જ એટલે કે માત્ર 8 માસમાં 37 મોબાઈલ ફોન કેદીઓ પાસેથી મળી આવ્યાં છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી ફોન કબજે કરવામાં આવ્યા હતા
કેદીઓને જ્યારે મુલાકાતનો સમય આપવામાં આવે છે તે બાદ અને તે અગાઉ પણ કેદીઓનું ચેકિંગ થાય છે ઉપરાંત કોર્ટમાં રજૂ કરતાં કે પરત લાવતાં પણ ચેકિંગ કરવામાં આવે છે. આમ કેદી જ્યારે પણ બેરેકમાંથી બહાર આવે ત્યારે તેનું ચેકિંગ કરવામાં આવે છે છતાં જેલ ઝડતી સ્ક્વોડ કે SOG દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરીને કેદીઓ પાસેથી મોબાઈલ કબજેે કરવામાં આવે છે.
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી ફોન કબજે કરવામાં આવ્યા હતા
કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવવા મામલે અનેક સવાલ ઉભા થાય છે. કેદીઓ મોબાઈલ ક્યાંથી લાવે છે, કેવી રીતે ઉપયોગ કરે છે, કોણ તેમની મદદ કરે છે..જેલના અંદરના વ્યક્તિની મદદ વિના મોબાઈલ જેલમાં લાવવો ખૂબ જ મુશ્કેલ છે. થોડા દિવસો અગાઉ જ જેલ સિપાહી પોતાની કમરના ભાગે મોબાઈલ સેલોટેપ વડે બાંધીને લઈ જતાં ઝડપાયો હતો.સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક ગંભીર ગુનાના જેવા કે બૉમ્બ બ્લાસ્ટ, આતંકી પ્રવૃત્તિ, હત્યા, રાયોટિંગના અનેક ગુનાના આરોપી છે ત્યારે મોબાઈલ જેલ સુધી પહોંચતાં તે અંગે પણ અનેક સવાલ જેલ પ્રશાસન સામે ઊભા થાય છે. જે અંગે SOG દ્વારા મૂળ સુધી પહોંચવા તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details