અમદાવાદઃકેન્દ્ર સરકારે મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહતનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે (Union Finance Minister Nirmala Sitharaman) શનિવારે પેટ્રોલ, ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી (major cut in Central excise duty) ઘટાડવાની જાહેરાત કરી હતી, જેના પછી પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં (Petrol Diesel And Gas Price Cut off) ધરખમ ઘટાડો થયો છે. કેન્દ્રીય પ્રધાનેએ કહ્યું કે અમે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહ્યા છીએ.
આ પણ વાંચો:Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'
રાજ્ય અને કેન્દ્રીય કર:રાજ્યમાં ઈંધણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Ltd) પાસેથી લેવામાં આવે છે જે શહેરની અંદર અને અન્ય કંપનીઓના આઉટલેટ્સ પર બદલાઈ શકે છે. તમે કાર્ડ પેમેન્ટ દ્વારા વિવિધ કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો અથવા રોકડનો (Petrol Diesel Price on 21 May) ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો. રાજ્યમાં ઇંધણના વર્તમાન ભાવમાં (What is rate of diesel in Gujrat) તમામ રાજ્ય અને કેન્દ્રીય કરનો સમાવેશ થાય છે.
અમદાવામાં શું થયો ફેરફાર :અમદાવાદમાં આજની ઈંધણની કિંમત પેટ્રોલ માટે રુપિયા 96.63 પ્રતિ લિટર, ડીઝલ માટે રુપિયા 92.38 પ્રતિ લિટર, CNG માટે રુપિયા 55.95 પ્રતિ કિલો, LPG માટે રુપિયા 1002.50 પ્રતિ 14.2 કિલો છે.