- વર્ષ 2005 પછી ફૂલ પગારમાં જોડાયેલા સરકારી કર્મચારીઓની ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી
- નવી પેન્શન સ્કીમ મુજબ (New pension scheme), નિવૃત્તિ કે કર્મચારીઓનું અવસાન થાય તો 2,000 રૂપિયા જ પેન્શન મળી શકે
- જૂની પેન્શન યોજના મુજબ, પગારની અડધી રકમ પેન્શન તરીકે મળતી હતી
અમદાવાદઃ એપ્રિલ 2005 પછી ફૂલ પગારમાં જોડાયેલા સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના GPF બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ તેમનો નવી પેન્શન સ્કીમમાં સમાવેશ કરતા આવા સરકારી કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી છે. તેના સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થતા ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સરકારને નોટિસ ફટકારી છે. તો હવે આ અંગે સરકારે સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવો પડશે.
આ પણ વાંચો-PSI અને કોન્સ્ટેબલના 103 ઉમેદવારોએ કોર્ટમાં કરી અરજી
વર્તમાન યોજના મુજબ સરકારી કર્મચારી આત્મનિર્ભર જીવન નથી જીવી શકતોઃ અરજદારો
ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં અરજદારોની રજૂઆત કરી હતી કે, એપ્રિલ 2005 પછી ફૂલ પગારમાં આવેલા કર્મચારીઓનો સરકારી પેન્શન યોજના (GPF) બંધ કરીને નવી પેન્શન સ્કીમ (New pension scheme)માં સમાવેશ કર્યો છે. નવી સ્કીમ મુજબ (New pension scheme, નિવૃત્તિ કે કર્મચારીઓનું અવસાન થાય તો માત્ર 2,000 રૂપિયા પેન્શન મળવાપાત્ર છે, જેમાં પૂરતી જરૂરિયાત સંતોષી શકાતી નથી. આની સામે જૂની પેન્શન યોજના (Old pension scheme મુજબ છેલ્લા પગારના આશરે 50 ટકા એટલે કે, છેલ્લો પગાર 50,000 હોય તો આશરે 25,000 પેન્શનની રકમ સરકારી સ્કીમ મુજબ મળતી હતી. અત્યારે મળતી રકમ મુજબ, સરકારી કર્મચારી સન્માન રીતે આત્મનિર્ભર જીવન જીવી શકતો નથી. જોકે, અરજદારોની રજૂઆત સામે હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.
આ પણ વાંચો-સાણંદ તા.પં. ચૂંટણીનું પરિણામઃ બીજા ક્રમના ઉમેદવારને વિજેતા જાહેર કરવા High court માં પિટિશન
'પિટિશનમાં જોડાયેલા કર્મચારીઓને કોઈ વિકલ્પ જ નથી અપાયો'
ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન એડવોકેટ વિનોદ પંડ્યાએ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાંથી નવી પેન્શન યોજનાનો વિકલ્પ પણ આપેલો છે. તેઓ તેમની મરજી પ્રમાણે અથવા નવી પેન્શન યોજના સ્વીકારી શકે છે, પરંતુ પિટિશનમાં જોડાયેલા નગરપાલિકાએ જિલ્લા પંચાયતનાં પ્રાથમિક શિક્ષકોને આ મુજબનો કોઈ જ વિકલ્પ આપવામાં નથી આવ્યો. તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓની નિવૃત્તિ કે અવસાન પછી તેમના પરિવારનું જીવન સુખમયી પસાર થાય તેવા સામાજિક સલામતીના ઉદ્દેશથી જૂની પેન્શન સ્કીમનો લાભ સૌને સમાન રીતે મળે તે માટેની અરજી કરવામાં આવી છે.