ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારના પ્રધાનોનું વિધાનસભામાં કેવું રહ્યું પ્રદર્શન ? ફરી ટિકીટ માગતી વખતે લેવાશે નોંધ? - ગુજરાતની ભાજપ સરકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ટિકીટો માટે જ્યારે ઉમેદવારી (Gujarat Assembly Election 2022 Tickets) નોંધાવવાનો સમય આવશે ત્યારે બની શકે કે આ માહિતીનું વજન ઘણું વધી ગયું હશે. સરકારમાં પ્રધાનપદનો મોભો મેળવવો અને વિધાનસભાની સીટ પર હાજર રહીને પ્રજાલક્ષી કામોમાં ભાગ લેવો એ જુદી વાત છે. નવા પ્રધાનોની કામગીરીને (Performance of Gujarat Government Ministers in the Assembly) લઇને આ અહેવાલ જોઇએ ત્યારે આ સામે આવે છે.

ગુજરાત સરકારના પ્રધાનોનું વિધાનસભામાં કેવું રહ્યું પ્રદર્શન ? ફરી ટિકીટ માગતી વખતે લેવાશે નોંધ?
ગુજરાત સરકારના પ્રધાનોનું વિધાનસભામાં કેવું રહ્યું પ્રદર્શન ? ફરી ટિકીટ માગતી વખતે લેવાશે નોંધ?

By

Published : Jun 4, 2022, 7:01 PM IST

અમદાવાદ - ગુજરાત વિધાનસભાના છેલ્લા પાંચ વર્ષમાં 10 સત્ર મળ્યા અને 141 દિવસ વિધાનસભા ચાલી છે. 2021માં વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી. તમામ જૂના પ્રધાનો બદલી (BJP government of Gujarat ) નાખવામાં આવ્યાં. નવા પ્રધાનોએ પોતાના ધારાસભ્ય તરીકેના પાંચ વર્ષના ટેન્યોરમાં વિધાનસભામાં કેવી (Performance of Gujarat Government Ministers in the Assembly) કામગીરી કરી ? રાજ્યની નીતિ ઘડતરની પ્રક્રિયામાં કેટલો ભાગ લીધો ? આ બાબતોનું વજન આગામી (Gujarat Assembly Election 2022 Tickets) સમયમાં પડવાનું છે. જોઈએ આ અહેવાલમાં.

અગ્રગણ્ય પ્રધાનો અને વિધાનસભામાં હાજરીની સ્થિતિ -

1. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ 77 દિવસ વિધાનસભામાં હાજર રહ્યા અને 14 વખત ચર્ચામાં ભાગ લીધો.

2. રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ પ્રધાન છે. તેઓ વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ આ પ્રધાન બનતા પહેલા વિધાનસભાના અધ્યક્ષ રહ્યા છે. તેઓએ 08 વખત ચર્ચામાં ભાગ લીધેલો છે.

રાજેન્દ્ર ત્રિવેદી

3. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય છે. તેમની પાસે શિક્ષણ ખાતુ છે. તેઓ 48 દિવસ વિધાનસભામાં હાજર રહ્યા છે અને 16 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

4. ઋષિકેશ પટેલ આરોગ્ય પ્રધાન છે. તેઓ મહેસાણાની વિસનગર બેઠકના ધારાસભ્ય છે. તેઓ 82 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 28 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

5. પૂર્ણેશ મોદી પરિવહન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન છે. તેઓ સુરત પશ્ચિમથી ધારાસભ્ય છે. તેઓ 74 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 32 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

6. રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય છે. તેઓ ખેતી અને પશુપાલન પ્રધાન છે. તેઓ 68 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 09 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

07. કનુ દેસાઈ નાણાં અને ઊર્જા પ્રધાન છે. તેઓ વલસાડ પારડીના ધારાસભ્ય છે. તેઓ 78 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 28 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

08. કિરીટસિંહ રાણા વન અને પર્યાવરણ પ્રધાન છે. તેઓ રાજકોટ લીંબડીના ધારાસભ્ય છે. તેમની માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.

09. નરેશ પટેલ આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન છે. તેઓ નવસારીના ગણદેવીના ધારાસભ્ય છે. તેઓ 80 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 38 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

10. પ્રદીપભાઈ પરમાર અમદાવાદના અસારવા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન છે. તેઓએ 11 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

પ્રદીપસિંહ પરમાર

11. અર્જુનસિંહ ચૌહાણ ખેડાના મહેમદાબાદના ધારાસભ્ય છે. તેઓ ગ્રામ વિકાસ પ્રધાન છે. તેઓ 83દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 10 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

12. હર્ષ સંઘવી સુરતથી માજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ રાજ્યના ગૃહ અને રમત પ્રધાન છે. તેઓ 72 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 17 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

હર્ષ સંઘવી

13.જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે. તેમની પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, સહકાર અને પ્રોટોકોલ જેવા ખાતા છે.તેઓ 80 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 32 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

14. બ્રિજેશ મેરજા શ્રમ અને રોજગાર અને પંચાયત પ્રધાન છે. તેઓ મોરબીના ધારાસભ્ય છે. તેઓ 80 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 52 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

બ્રિજેશ મેરજા

15. જીતુ ચૌધરી વલસાડ જિલ્લાની કપરાડા બેઠકના ધારાસભ્ય છે. તેમની પાસે કલ્પસર અને મત્સ્ય ઉધોગ, નર્મદા અને પાણી પુરવઠા વિભાગ છે. તેઓ 88 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 18 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

16. મનીષા વકીલ મહિલા અને બાળ વિકાસ પ્રધાન છે. વડોદરા શહેરના ધારાસભ્ય છે. તેઓ 81 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 22 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

17. મુકેશ પટેલ સુરતના ઓલપાડના ધારાસભ્ય છે. તેઓ રાજયકક્ષાના ખેતી, ઊર્જા અને પેટ્રોકેમિકલ પ્રધાન છે. તેઓ 84 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 14 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

18. નિમિષાબેન સુથાર રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન છે. તેઓ 2021 ની પંચમહાલ જિલ્લાની આદિજાતિ અનામત બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમની માહિતી ઉપલબ્ધ નથી.

19. અરવિંદ રૈયાણી રાજકોટ પૂર્વના ધારાસભ્ય છે. તેઓ પરિવહન અને યાત્રાધામ વિકાસના રાજયકક્ષાના પ્રધાન છે.તેઓ 73 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 03 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

20 કુબેર ડીંડોર ઉચ્ચ અને તકનીકી શિક્ષણના પ્રધાન છે. તેઓ મહિસાગરના સંતરામપુરના ધારાસભ્ય છે. તેઓ 86 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 34 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

21. કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય છે. તેઓ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાન છે. તેઓ 15 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 15 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

22. ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠાના પ્રાંતીજના ધારાસભ્ય છે. તેઓ અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્ય કક્ષાના પ્રધાન છે. તેઓ 72 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 05 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

23. આર.સી.મકવાણા ભાવનગરની મહુવા બેઠકના ધારાસભ્ય છે. તેઓ રાજયકક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન છે. તેઓ 75 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 12 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

24. વિનોદ મોરડીયા રાજયકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પ્રધાન છે. તેઓ કતારગામ સુરતના ધારાસભ્ય છે. તેઓ 82 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 18 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

25. દેવાભાઈ માલમ જૂનાગઢના કેશોદના ધારાસભ્ય છે. તેઓ રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન છે. તેઓ 80 દિવસ વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે અને 08 વખત ચર્ચામાં ભાગ લીધો છે.

ઓછા સક્રિય રહેનાર પ્રધાનો -પાંચ વર્ષના (BJP government of Gujarat ) સમયગાળામાં 50 ટકા કરતા ઓછી હાજરી (Performance of Gujarat Government Ministers in the Assembly) ધરાવતા પ્રધાનોમાં રાઘવજી પટેલ, કીર્તિસિંહ વાઘેલા અને જીતુ વાઘાણીનો સમાવેશ થાય છે. જો કે જીતુભાઈએ ભાજપ પ્રમુખ તરીકે પણ 2020 સુધી કામગીરી કરી છે. જ્યારે 10 વખત કરતા ઓછા ચર્ચામાં ભાગ લેનાર પ્રધાન રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, ગજેન્દ્રસિંહ પરમાર અને દેવાભાઈ માલમ છે.

ABOUT THE AUTHOR

...view details