ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં બેસણામાં આવેલા લોકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો - Ahmedabad

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક બેસણાંના પ્રસંગે અસામાજિક તત્વોએ બેસણામાં બેઠેલા લોકો પર હૂમલો કર્યો હતો. આ ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat News
Gujarat News

By

Published : May 4, 2021, 5:27 PM IST

  • અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
  • બેસણામાં આવેલા લોકો પર અસામાજિક તત્વોએ કર્યો હૂમલો
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે હવે કેટલાક અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું છે. તેમણે બેસણામાં આવેલા લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. લોકોના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ

આ પણ વાંચો : કોવિડ ડ્યૂટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા શિક્ષક યુનિયને કરી માગ

અસામાજિક તત્વો બેસણાંમાં હસી રહ્યા હતા

આ ઘટનામાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલા જોગેશ્વરી પાસે આજે મંગળવારે એક ઘરમાં મૃતકનું બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં પરિવારના લોકો આવ્યાં હતાં. આ સમયે આસપાસના કેટલાક અસામાજિક તત્વો ત્યાં આવી પહોંચ્યાં હતાં અને ગેરવર્તણૂંક કરી રહ્યાં હતાં. એક તરફ પરિવારમાં મૃતકના મોતથી અનેક લોકો દુઃખી હતાં, ત્યારે આજુબાજુ ઉભેલા લોકો જોર જોરથી હસતાં હતાં. મૃતકના પરિવારજનોએ તેમને આવું નહીં કરવા જણાવ્યું હતું. જેથી સામે વાળા લોકો ઉશ્કેરાઈ ગયા અને મોતનો મલાજો જાળવવાના બદલે બેસણામાં આવેલા લોકો પર તૂટી પડ્યાં હતાં.

અમદાવાદમાં બેસણામાં આવેલા લોકો પર હુમલો

આ પણ વાંચો : કરફ્યુના કારણે રેસ્ટોરન્ટ માલિકોને હાલાકી ઉભી થઇ

ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી

આ હૂમલામાં ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં ત્રણ મકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details