ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: અસારવા વોર્ડના લોકો ભાજપથી નારાજ - અસારવા વોર્ડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં હવે અમદાવાદ ઉપર તમામ લોકોની આંખો અટકી છે. એક તરફ જ્યાં ટિકિટ મેળવવા વોર્ડ દીઠ એવરેજ 42 લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, ત્યારે 5 વર્ષથી સત્તાનો સ્વાદ ચાખતા કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં શું કામગીરી કરી તે જાણવા ETV BHARATની ટીમે અસારવા વોર્ડના લોકો સાથે વાતચીત કરી છે.

ETV BHARAT
અસારવા વોર્ડના લોકો ભાજપથી નારાજ

By

Published : Jan 28, 2021, 11:01 PM IST

  • મનપાની ચૂંટણીને લઇ અસારવાના સ્થાનિકો સાથે વાતચીત
  • અસારવામાં ટ્રાફિકની સમસ્યા લોકો માટે બની માથાનો દુઃખાવો
  • પ્રદૂષિત પાણી અને ઉભરાતી ગટરોથી જનતા બેહાલ
    અસારવા વોર્ડના લોકો ભાજપથી નારાજ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં હવે અમદાવાદ ઉપર તમામ લોકોની આંખો અટકી છે. એક તરફ જ્યાં ટિકિટ મેળવવા વોર્ડ દીઠ એવરેજ 42 લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, ત્યારે 5 વર્ષથી સત્તાનો સ્વાદ ચાખતા કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં શું કામગીરી કરી તે જાણવા ETV BHARATની ટીમે અસારવા વોર્ડના લોકો સાથે વાતચીત કરી છે.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આ વોર્ડમાં

આ અસારવા એ વિસ્તાર છે કે, જ્યાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. અહીં ઇમર્જન્સી સારવારની તો ખુબ મોટી સુવિધા છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે ટ્રાફિકની સમસ્યા જ મૂળ નડતરરૂપ છે. ETV BHARAT સાથે વાતચીત કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં સાંકડા રસ્તાઓને કારણે ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સનું અટકવું એ એક મોટી સમસ્યા છે. આ ઉપરાંત અસારવા વિસ્તારમાં દૂષિત પાણી, ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા અને ઉભરાતી ગટરો પણ મનપાના સ્માર્ટ સિટીના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details