- હાઈકોર્ટે 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી કોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો
- લોકડાઉન અંગે અમદાવાદીઓએ આપી પ્રતિક્રિયા
- લોકોએ પોતપોતાની નારાજગી કરી વ્યક્ત
અમદાવાદ: બે બાળકોની જવાબદારી સાથે અને ડોર-ટૂ-ડોર ક્લિનિંગ પ્રોડક્ટ્સ વેચી ગુજરાન ચલાવતા આશાબેન પટેલ લોકડાઉન લાદવા ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જો ફરીવાર લોકડાઉન આવશે તો કઈ રીતે ગુજરાન ચાલશે. ચૂંટણી સમયે રાજકારણીય મેળાવડા કરતા રાજકારણીઓ આવશે લોકોનું દર્દ પૂછવા...?
લોકડાઉન અંગે અમદાવાદીઓએ આપી પ્રતિક્રિયા આ પણ વાંચો:મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન
યુવાનોએ લોકડાઉન સામે નારાજગી કરી વ્યક્ત
કોલેજમાં ભણતા યુવાનોને પણ લોકડાઉન સામે નારાજગી વ્યક્ત કરી છે. એક તરફ GTUની સંભવિત પરીક્ષાની તારીખ 16 એપ્રિલે રાખવામાં આવી છે. કોલેજની ફી ભરાઈ ચુકી છે પરંતુ હવે પરીક્ષા રદ્ થવાની સંભાવના સામે ડોલી પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં MBA કરેલા યુવાને લોકડાઉનમાં નોકરી ગુમાવી, ખેતી કરીને બન્યો આત્મનિર્ભર
લોકડાઉનની જરૂરિયાત હોવાનું કબૂલ કર્યું
કેટલાક લોકોએ લોકડાઉનની જરૂરિયાત હોવાનું પણ કબૂલ કર્યું પણ તેની સાથો-સાથ હાલ પગલાં લેવાની જગ્યાએ જ્યારે ઇલેક્શન સમયે પગલાં લેવાની જરૂર હતી ત્યારે સરકારે ન લીધા હોવાની પણ ટીકા કરી.