- અમદાવાદમાં રથયાત્રા નીકળે તેવી લોકોની આશા
- રથયાત્રાના કારણે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના
- કોરોનાના કારણે રથયાત્રા ન નીકળે તેમાં જ ડહાપણ
અમદાવાદ: કોરોના કાળ( Corona Panemic ) બાદ અમદાવાદમાં 144th Jagannathji Rathyatra નિકળશે કે નહીં તેને લઈને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. જોકે, ગયા વર્ષે રથયાત્રા નહી નીકળવાથી શહેરીજનો ઈશ્વરના નગર ચર્યાના દર્શન ન કરી શકવાથી નિરાશ થયા હતા. પરંતુ, આ વખતે રથયાત્રા નીકળે તેવો દૃઢ નિર્ધાર કરાયો છે. ગઇ વખતની જેમ છેલ્લી ઘડી સુધી નિર્ણય પ્રક્રિયા ન પહોંચે તે માટે અગાઉથી જ આ મુદ્દાનું નિરાકરણ લાવવા સરકારે તૈયારી બતાવી છે.
આ પણ વાંચો:144th Jagannathji Rathyatra ને લઇ મહત્વના સમાચાર, જળયાત્રાને મળી મંજૂરી
કોરોનાની ત્રીજી લહેરની આગાહી
નિષ્ણાંતોએ લોકોની નિષ્કાળજીને જોતા મંતવ્ય રજૂ કર્યું છે કે, આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. ત્યારે, ફરી વખત રથયાત્રા નિકાળવા મુદ્દે પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયો છે. કારણ કે, જો રથયાત્રા નીકળે અને લાખો લોકો ભેગા થાય તો કોરોનાની ત્રીજી લહેર આવે જ. તેના માટે લોકો સરકારને જ દોષ આપે છે.