ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના IT કાર્યકરોને સોશિયલ મીડિયા કબ્જે કરવા પાટીલે 3I નું સૂત્ર આપ્યુ - More than 15 apps launching on social media

પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગ, આઇ.ટી.વિભાગ અને મીડિયા વિભાગનો સંયુકત કાર્યક્રમ ડિજિટલ વોરિયર્સ સમિટ(Digital Warriors Summit) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

ભાજપના IT કાર્યકરોને સોશિયલ મીડિયા કબ્જે કરવા પાટીલે 3I નું સૂત્ર આપ્યુ
ભાજપના IT કાર્યકરોને સોશિયલ મીડિયા કબ્જે કરવા પાટીલે 3I નું સૂત્ર આપ્યુ

By

Published : Apr 4, 2022, 10:49 PM IST

અમદાવાદ:ડિજિટલ વોરિયર્સ કાર્યક્રમને (Digital Warriors Summit) સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (Region President CR Patil) જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપા દેશભરમાં સોશિયલ મીડિયા, આઇ.ટી અને મીડિયાના કાર્યોમાં પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ સી.આર.પાટીલ દ્વારા 15 થી વધુ એપના પ્લેટ ફોર્મ પર સોશિયલ મીડિયાની કામગીરીનુ લોંચીંગ (More than 15 apps launching on social media) કરવામાં કર્યું હતું અને સાથે જ પેજ કમિટિ, પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યની સમસ્ત કામગીરી એક જ પ્લેટફોર્મ પર આંગળીના ટેરવે મળી રહે તે માટે ડેશ બોર્ડનું લોચિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:માલધારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાનને આવેદન પત્ર આપવા માટે કમલમથી કરી આગેકૂફ


આધુનિક NFC કાર્ડ: સી.આર.પાટીલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઇન્સ્ટાગ્રામ અને ટિ્વટર પેજથી NFC કાર્ડ થકી તરત જ જોડાઇ શકાય તેવા 6 કાર્ડનું લોનચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્ડને NFC અને મોબાઇલ સાથે ટચ કરવાથી તરતજ મહાનુભાવોના સોશિયલ મીડિયામાં જોડાઇ શકશે અને અનેકવાર આ કાર્ડનો ઉપયોગ પણ થઇ શકશે.

પાટીલના 3I: સી.આર.પાટીલે ભાજપની IT ટીમના સભ્યોને જણાવ્યું હતું કે, Idea, Imagination અને Implementation એમ 3I થકી સોશિયલ મીડિયાનો અને આઇટીનો ઉપયોગ કરવો જોઇએ .આજના ડિજિટલ યુગમાં ડિજિટલ હાજરી અને ફીઝીકલ હાજરી બંને ખૂબ જ મહત્વપુર્ણ છે. ભાજપા પાસે કાર્યકરોની ખૂબ મોટી ફોજ છે. માટે ફીઝીકલ તેમજ ડિજિટલ માધ્યમ થકી સરકારની બધી જ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુઘી સરળતાથી પહોચાડી શકીએ છીએ. ફિઝિકલ આપણે મળવાથી લાગણીઓ, સબંધો અને વિચારોના આપ-લે થાય છે. તે એક રાજકીય પક્ષ માટે ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો:AAP Congress Workers Vadodara: ગુજરાતમાં કોંગ્રેસ અને AAPની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

મોદીએ 2006માં સોશિયલ મીડિયાનો ઉપયોગ :સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2006માં સોશિયલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો હતો. જયારે ભાજપનો કાર્યકર્તા સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ કરે કે વિચાર મુકે ત્યારે તેને સમાજ જીવન સવિશેષ માને છે અને ફોલો પણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details