ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે સંસદીય સમિતિની બેઠક શરૂ - Deputy Chief Minister Nitin Patel

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય સમિતિની બેઠક યોજાઈ રહી છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત પક્ષના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Parliamentary committee meeting
ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે સંસદીય સમિતિની બેઠક શરૂ

By

Published : Aug 17, 2020, 7:33 PM IST

અમદાવાદઃ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય સમિતિની બેઠક યોજાઈ રહી છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો અને જુદા જુદા જિલ્લાના પ્રમુખ હાજર રહ્યા હતા.

આ મેરેથોન મીટીંગ લગભગ બે થી અઢી કલાક જેટલી ચાલે તેવી સંભાવના છે. ગુજરાતમાં હવે પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ નજીક છે. ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાના હોદ્દેદારોની મુદત પૂરી થઈ રહી છે. જેથી ભાજપ દ્વારા નગરપાલિકાઓના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા આ બેઠકમાં હાથ ધરાશે. જેમાં ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોના મંતવ્યો લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details