અમદાવાદ સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલ દ્વારા કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને માન્ય રાખતા 2 અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ કેસમાં 9 જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા હોવાના આદેશ આપ્યા હતા.
તો આ અંગે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ રજૂઆત કરતા કોર્ટમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલી. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારે જનહિતમાં આરોપીઓ સામેનો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. તો CRPCની કલમ 321 મુજબ કેસ પરત ખેંચવા અંગેની અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા માન્ય રાખતા આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવે.