શ્રેય હૉસ્પિટલ અગ્નિ કાંડ: રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠક પૂર્ણ, ફાયર સેફ્ટી અંગે કોવિડ હૉસ્પિટલ્સમાં તપાસના આદેશ - રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠક પૂર્ણ
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ અંગે રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમાં NOC અને ફાયર સેફટી અંગે 66 કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરવા અંગે કહેવામાં આવ્યું છે. આ બેઠક બાદ શ્રેય હોસ્પિટલ મામલે શું નિર્ણય લેવામાં આવ્યા છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં શહેરની 66 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી થાય છે કે કેમ તે અંગે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 66 કોવિડ હોસ્પિટલમાં MOU કરવામાં આવ્યા છે, તેમાં ફાયર સેફ્ટીની તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવતા ફાયરની ટીમોએ તપાસ શરૂ કરી છે. ઉપરાંત હોસ્પિટલની NOC અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બેઠક બાદ શ્રેય હોસ્પિટલ મામલે શું નિર્ણય લેવામાં આવ્યા છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
જો કે મહત્વનું છે કે, હોસ્પિટલમાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયેલા હતા અને તેના જ લીધે શોર્ટસર્કિટથી આગ લાગવાના રીતે એક પણ ફાયરના સાધનો ચાલ્યા ન હતા અને આઠ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા.