ગુજરાત

gujarat

ETV Bharat / city

8 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિર દર્શન માટે ખોલવા અમદાવાદ ચેરિટી કમિશનરનો હુકમ - શાહીબાગ

કોરોના કાળમાં ગુજરાતમાં તમામ મંદિરો બંધ હતા. હવે અનલોકમાં બધુ ખુલી ગયું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અનલૉક-6ની માર્ગદર્શિકા જાહેર કરી છે. ગુજરાતમાં તમામ મંદિર ખુલી ગયા છે, પણ અમદાવાદમાં કેમ્પના હનુમાન મંદિર ખોલવામાં આવ્યું નથી, જેથી આજે ચેરિટી કમિશનરે આદેશ કર્યો છે કે, પૂરતી તકેદારી સાથે કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે ખોલવામાં આવે.

8 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિર ખોલવા અમદાવાદ ચેરિટી કમિશનરનો હૂકમ
8 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિર ખોલવા અમદાવાદ ચેરિટી કમિશનરનો હૂકમ

By

Published : Nov 12, 2020, 9:32 PM IST

  • આઠ મહિનાથી બંધ હતું શાહીબાગનું કેમ્પ હનુમાન મંદિર
  • ભક્તોની માગ હતી કે દર્શન માટે ખોલવામાં આવે મંદિર
  • આ અંગે અગાઉ ટ્રસ્ટીએ આપ્યું હતું રાજીનામું

અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર અંદાજે 8 મહિનાથી બંધ છે. હનુમાન ભક્તોની માગ હતી કે, મંદિર ખોલવામાં આવે. પણ ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ખોલવા અંગે કોઈ નિર્ણય કર્યો ન હતો. આથી આજે ચેરિટી કમિશનરે હૂકમ કર્યો છે કે, કોરોના સંક્રમણની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે કેમ્પ હનુમાન મંદિર તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે.

8 મહિનાથી બંધ કેમ્પ હનુમાન મંદિર ખોલવા અમદાવાદ ચેરિટી કમિશનરનો હૂકમ
કોરોનાની માર્ગદર્શિકાના પાલન સાથે કેમ્પ હનુમાન મંદિર ખોલવા આદેશકોરોની માર્ગદર્શિકાના પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન, દરેક ભક્તો માટે માસ્ક ફરજિયાત, મંદિરમાં સેનિટાઈઝરની પૂરતી વ્યવસ્થા સાથે મંદિર ખોલવા માટે ચેરિટી કમિશનરે આદેશ કર્યો છે. આ અગાઉ ભક્તોને દર્શન કરવા માટે મંદિર ખોલવા માટે ટ્રસ્ટી મંડળમાં વિવાદ પણ થયો હતો. બે મહિના પહેલા ભક્તોની માગ હતી કે મંદિર દર્શનાર્થે ખોલવું જોઈએ, તે માગ સાથે વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

આર્મીના જવાનોની સલામતીને ધ્યાને રાખીને બંધ રખાયું હતું
આર્મીના વહીવટી કમાન્ડર તરફથી મંદિર વધુ સમય માટે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આથી મંદિર બંધ રખાયું હોવાનું જાણવા મળે છે. કારણ કે, કેમ્પ હનુમાન મંદિર આર્મી કન્ટોન્મેન્ટ વિસ્તારમાં છે. અમદાવાદમાં કોરોનાના કેસ અને જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર બંધ રખાયું હોવાનું પણ ચર્ચાય છે. આ અગાઉ મંદિર ખોલવાના વિવાદમાં ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું હતું.

હનુમાન ભક્તો માટે છે આસ્થાનું કેન્દ્ર
કેમ્પ હનુમાન મંદિર ખૂબ પ્રખ્યાત મંદિર છે. દર શનિવારે કેમ્પના હનુમાનજીના દર્શન કરવા અમદાવાદ અને શહેર બહારથી ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતાં હોય છે. ભક્તોને ખૂબ મોટી આસ્થા છે કેમ્પના હનુમાન પ્રત્યે. દર શનિવારે મંદિર બહાર લાંબી લાઈનો લાગે છે. અને તેને માટે તમામ વ્યવસ્થા સેનાના જવાનો સંભાળે છે.

ABOUT THE AUTHOR

...view details