- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો વિરોધ
- પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવા વકીલોની માગ
- બીજી વખત કરાયો વિરોધ
અમદાવાદ: લાંબા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી કેટલાક વકીલોએ વારંવાર તેમની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ પહેલા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ જુદી જુદી બેઠકો યોજીને આ મુદ્દે ચર્ચા-વિચારણા કરી છે. ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે ચીફ જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટે અરજીઓ પણ કરી હતી. પરંતુ ગત અઠવાડીએ તેમણે હાઈકોર્ટની કાર્યવાહીને અલ્ટીમેટમ આપ્યું હતું કે, જો 28 જુલાઈ સુધીમાં કોર્ટમાં સુનાવણી ન થાય તો તે સામે ધરણા કરવામાં આવશે. તેમજ કોર્ટના તમામ ઓફિશિયલ કાર્યક્રમોમાંથી બોયકોટ કરવામાં આવશે. જોકે, હજી પણ નામદાર કોર્ટે પ્રત્યક્ષ સુનાવણી ક્યારથી શરૂ થશે તે અંગે સ્પષ્ટતા નથી કરી.
આ પણ વાંચો- દિલ્હી: રોહણી તથા સાકેત કોર્ટ બહાર વકીલોનો વિરોધ પ્રદર્શન, 1 વકીલે કર્યો આત્મવિલોપનો પ્રયાસ