- શ્રાવણ માસમાં તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી બસોનુ સંચાલન વધ્યું
- 600 એક્સ્ટ્રા બસો દોડશે
- રાજ્યમાં કુલ 6300 બસો દોડી રહી છે
અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં તહેવારો અને મેળાઓ પણ યોજાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ મેળાઓ યોજાતા હોય છે. આવા સમયે લોકો બહાર જવાનું વધુ પસંદ કરતા હોય છે. આથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- મહુવા બસ સ્ટેશનના અભાવે 15,000 પ્રવાસીઓને હાલાકી
ધાર્મિક સ્થાનો પર સંચાલન વધશે
આ રજાઓ દરમિયાન સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, માતાના મઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી એસટી નિગમ દ્વારા સ્પેરમાં રખાતી 10 ટકા બસમાંથી 600 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન આગામી તહેવારો દરમિયાન કરવામાં આવશે.