- અમદાવાદ શહેર પોલીસની પહેલ, વાહનો પર સ્ટીકર ફરજીયાત
- મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરનું સ્ટીકર લગાવશે
- ખાદ્ય સામગ્રી , સાકભાજી , ફ્રૂટ, ફળફળાદી, દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરનું સ્ટીકર લગાવવામાં આવશે
અમદાવાદ: શહેર પોલીસ દ્વારા નાઈટ કરફ્યુના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેથી હવે નાઈટ કરફ્યુમાં કારણ વગર હેરાફેરી કરી નહિ શકાય. નાઈટ કરફ્યુમાં આવશ્યક સેવા ધરાવનારા તમામ વાહનો પર સ્ટીકર લગાવવા આવશે. અલગ અલગ પ્રકારની સેવા આપતા લોકોને અલગ અલગ રંગના સ્ટીકર આપવામાં આવશે. આ સ્ટીકર પરથી પોલીસ સરળતાથી સર્વિસ આપનારા અને સર્વિસ ન આપનારા લોકોની ઓળખ કરી શકશે.
AMCના કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે