અમદાવાદઃ ગુજરાત રાજ્ય કાનૂની સેવા મંડળ અને હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ ઈ-લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતના આયોજન માટે કોમ્પ્યુટર, વીડિયો કોંફરેન્સ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ઇન્સ્ટ્રુમેન્ટ બિલ, વીમા, ચેક બાઉન્સ, વીજ અને પાણીના બિલ સહિતના કેસ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇ-લોક અદાલતમાં માત્ર 32 ટકા કેસનો નિકાલ થયો - કોરોનાકાળ
કોરોનાકાળને લીધે પહેલીવાર ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં 1361 કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. જે પૈકી 433 જેટલો કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. મોટાભાગના કેસ વાહન અકસ્માત વીમાના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇ-લોક અદાલતમાં માત્ર 32 ટકા કેસનો નિકાલ થયો
કોરોના મહામારીને પગલે ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં બીજી લોક અદાલતનું યોજવામાં આવશે. લોક અદાલત યોજવાનું મુખ્ય કારણ પેન્ડિંગ કેસનું ભારણ ઓછું કરવાનું હોય છે.