ગુજરાત

gujarat

ETV Bharat / city

બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો, 1 કિલોના ભાવ 60 રૂપિયા - ડુંગળીનો ભાવવધારો

રાજ્યમાં ભારે વરસાદ અને વરસાદની સિઝન લંબાવવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડુંગળીનું 60 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે આ અંગે ડુંગળીના વેપારીએ ETV BHARATને જણાવ્યું કે, ડુંગળીની આવક ઓછી હોવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.

onion price
onion price

By

Published : Oct 20, 2020, 4:50 PM IST

Updated : Oct 20, 2020, 8:14 PM IST

  • ડુંગળીની પૂરતી આવક નથી
  • વરસાદને કારણે ખેડૂતોને બજાર સુધી માલ પહોંચાડવામાં પડી રહી છે મુશ્કેલી
  • અન્ય રાજ્યોમાંથી પણ નથી આવતી ડુંગળી

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો છે. આ વરસાદની સિઝન લંબાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે હાલ પણ વરસાદ વરસી રહ્યો હોવાને કારણે ખેડૂતો પોતાનો તૈયાર પાક બજારોમાં વેંચી શકતા નથી. બજારમાં ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.

  • ડુંગળીના છૂટક ભાવમાં વધારો

રાજ્યોમાં ચોમાસાના વધતા વરસાદના પગલે ડુંગળીનો છૂટક ભાવમાં કિલો દીઠ રૂપિયા 30થી 40 વધ્યો છે. અમદાવાદ અને બીજા શહેરોમાં પણ જ્યાં ડુંગળી પ્રતિ કિલોના 60 રૂપિયામાં વેંચાઇ રહી છે અને રાજ્યના અન્ય ભાગોમાં પણ આ જ ભાવ જોવા મળી રહ્યો છે.

  • ડુંગળીના જથ્થાબંધ ભાવમાં પણ વધારો

ડુંગળીના જથ્થાબંધ ભાવો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4,000ને સ્પર્શી ગયા છે. ગત મહિનાઓમાં ક્વિન્ટલના આશરે રૂપિયા 1000નો વધારો નોંધાયો છે. ગત 6 મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો આશરે રૂપિયા 25નો વધારો થયો છે.

બજારમાં ડુંગળીની આવક ઓછી હોવાના કારણે ભાવ થયો વધારો
  • ડુંગળીનાભાવ વધારાના કારણો

કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ચોમાસું લંબાવાને કારણે ડુંગળીના પુરવઠામાં તંગી સર્જાઇ છે, તો ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે, તે વિશે વેપારીઓના જણાવ્યા મુજબ, ડુંગળીના ભાવોનો વધારો ચાલુ વર્ષે વરસેલા વધુ વરસાદને આભારી છે.

  • બજારમાં માગના પ્રમાણમાં પૂરતો પુરવઠો આવતો નથી

વરસાદને કારણે ખેડૂતો સમયસર પાકનો પાક કરી શક્યા નથી, જેને પગલે બજારમાં ડુંગળીની પુરવઠાની તીવ્ર અછત સર્જાઈ છે. અમદાવાદમાં રોજની 60થી 70 ગાડીઓમાં ડુંગળીની આવક થતી હતી. જે સામે હાલ ફક્ત 18થી 20 ગાડીઓ જ આવે છે અને તે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી તેમજ નાસિક અને મહારાષ્ટ્રના બીજા ભાગોમાંથી આવે છે. આ ડુંગળી વધારે ભાવથી આવતી હોવાને કારણે બજારમાં માગ મુજબ મળતી નથી અને તેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદથી મનન દવેનો વિશેષ અહેવાલ

Last Updated : Oct 20, 2020, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details