સુરત: રોજે શહેર અને જિલ્લામાં 200થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે, ત્યારે સુરતથી પ્રોત્સાહક દ્રશ્ય સામે આવ્યાં છે. કોરોનાગ્રસ્ત 97 વર્ષીય જ્યોતિબા જે દિવસે કોરોનાને માત આપી તે દિવસે તેમનો જન્મદિન હોવાથી કોવિડ કેર સેન્ટરમાં હર્ષોલ્લાસ સાથે જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસે જ કોરોનાગ્રસ્ત 97 વર્ષીય જ્યોતિબાએ કોરોનાને માત આપી - કોરોના
કોરોના સંક્રમણે નાન-જાતનો ભેદ નથી રાખ્યો એમ વયભેદ પણ નથી કર્યો. જૈફવયે અન્ય રોગો પણ મોટાપ્રમાણમાં થઈ જતાં હોય તેવામાં કોરોનાનો ચેપ જીવલેણ બની જાય છે, ત્યારે સુરતના 97 વર્ષી જ્યોતિબાએ કોરોનાને માત આપી એ સાચે જ અન્યો માટે ઉત્સાહજનક વાત છે. વળી જ્યોતિબા જે દિવસે સંપૂર્ણપણે કોરોનામુક્ત જાહેર થયાં એ દિવસે તેમનો જન્મદિવસ પણ હતો એટલે પરિવારની ખુશી બેવડાઈ ગઈ હતી.
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી 97 વર્ષીય જ્યોતિબાએ કોરોનાને માત આપી છે. કહી શકાય કે, આજે બા કોરોનાથી રીટાયર થયાં છે. ઉલ્લેખનીય છે કે, જે દિવસે જ્યોતિબાએ કોરોનાને માત આપી તે જ દિવસ તેમનો જન્મદિવસ પણ હતો. જ્યોતિબા 97 વર્ષમાં પ્રવેશ્યાં અને એમનો જન્મદિવસ કોવિડ સેન્ટરમાં ઉજવવમાં આવ્યો. કોવિડ સેન્ટરના મેડિકલ સ્ટાફ અને ડોકટરો દ્વારા જન્મદિન રંગેચંગે ઉજવાયો. ગિટાર સાથે ગીત વગાવીને જ્યોતિબાને જન્મદિનની શુભેચ્થાઓ તેમને આપવામાં આવી હતી. બાએ કોવિડ સેન્ટરમાં ગણેશજીની આરતી પણ કરી હતી.