ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron Variant in India: દેશમાં વધુ એક ઘાતક વેરિયન્ટનું જોખમ, બાળકોને ત્વરિત રસી આપવાની તબીબોની તાકીદ - omicron variant symptoms

Omicron Variant in India: દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ (omicron variant covid)ની શોધથી ફરી એકવાર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. એવું કહેવાય છે કે, નવો વેરિયન્ટ ડેલ્ટા કરતા વધુ ખતરનાક છે. આ નવા વેરિયન્ટે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સરકારોને ચિંતિત કર્યા છે. ઘણા દેશોએ આફ્રિકન દેશો પર નિયંત્રણો લાદ્યા છે. આ સાથે જ, સરકારોએ કડક સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. WHOએ નવા પ્રકારના વાયરસને 'અત્યંત ઝડપથી ફેલાતો' ગણાવ્યો છે. તેને 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે.

Omicron Variant in India
Omicron Variant in India

By

Published : Nov 27, 2021, 5:49 PM IST

Updated : Nov 27, 2021, 7:29 PM IST

  • સાઉથ આફ્રિકામાં મળી આવેલ નવો વેરિયન્ટ "ઓમિક્રોન"
  • WHOએ ચિંતાજનક વેરિન્યટ જાહેર કર્યો
  • કોરોનાના નવા વેરિયન્ટની શોધથી ફરી એકવાર વિશ્વમાં હોબાળો

અમદાવાદ: કોરોના વાયરસના પ્રકોપથી થોડી રાહત મળ્યા બાદ જીવન ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર મોટા ખતરાની ઘંટડી વાગી છે. વૈજ્ઞાનિકો સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા 'ઓમિક્રોન વેરિયન્ટ' (omicron variant covid) અંગે ખૂબ જ ભયભીત છે અને વિશ્વને ચેતવણી આપી રહ્યા છે. નવા વેરિયન્ટ દ્વારા ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને WHO પણ સતર્ક બની ગયું છે. તો શું વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર (corona third wave in world) આવશે તે વિશે મોટી ચિંતા ઊભી થઈ છે.

નવા વેરિયન્ટને 'ઓમિક્રોન' નામ અપાયું

વાયરસના પ્રકાર (variants of covid )ને કોઈ દેશના નામ પર રાખવાની કોઈ સત્તાવાર પરવાનગી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સૂચના આપી છે કે કોઈ વેરિયન્ટને તેના મૂળ દેશ તરીકે નામ ન આપવું જોઈએ. બોત્સ્વાનાને સૌથી વધુ 32 મ્યુટેશન B.1.1.529 મળ્યા હોવાથી તેને 'ઓમિક્રોન વેરિયન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

'ઓમિક્રોન વેરિયન્ટ'ના લક્ષણો શું છે

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, B.1.1.529 ના સંક્રમણ બાદ હાલમાં કોઈ અસાધારણ લક્ષણો સામે આવ્યા નથી. જો કે ડેલ્ટાજેવા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની જેમ ઓમિક્રોન વેરિયન્ટનથી સંક્રમિત વ્યક્તિઓમાં લક્ષણો (omicron variant symptoms) જોવા મળતા નથી.

Omicron Variant in India: દેશમાં વધુ એક ભયંકર વેરિયન્ટનું જોખમ, બાળકોને રસી આપવાનું શરૂ કરો, ડોક્ટર

લોકો અને વ્યક્તિઓએ શું સાવધાની રાખવી

ડોક્ટરે વધુમાં જણાવ્યુ કે ટેસ્ટિંગ વધારી શકે અને SARS-CoV-2ને સારી રીતે સમજવાના પ્રયાસો કરવા જોઈએ. બીજી તરફ લોકોએ ચહેરો સંપૂર્ણ રીતે ઢંકાય તેવું માસ્ક પહેરવું જોઈએ તથા હેન્ડવોશ કરતા રહેવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, ઘરની અંદર પણ પૂરતો હવા ઉજાશ રહે તેવી ખાતરી રાખવી જોઈએ. લોકોએ ભીડભાડ ન કરવી જોઈએ અને સમયસર વેક્સિન લઈ લેવી જોઈએ.

હાલમાં ઓમિક્રોન વેરિયન્ટના‎‎‎‎ કેટલા દર્દીઓ

આ ‎‎વેરિયન્ટના અત્યાર સુધીમાં 125થી વધુ દર્દીઓ વિશ્વભરમાં મળી આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ 100 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બોત્સ્વાનામાં લગભગ 10, હોંગકોંગમાં 2 અને ઇઝરાયલમાં 1 દર્દીઓ મળી આવ્યા છે. જો કે, તે ખૂબ ઝડપથી ફેલાય તેવી આશંકા હોવાથી ખળભળાટ મચી ગયો છે.

આ વેરિયન્ટને ખતરનાક કેમ માને છે નિષ્ણાતો

વૈજ્ઞાનિકોને આ જ વાત સૌથી વધુ ભયભીત કરી રહી છે, કારણ કે અત્યારસુધીમાં સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો વેરિયન્ટ ડેલ્ટા હતો, જેને કારણે દુનિયામાં ત્રીજી લહેર આવી હતી.‎ વિશ્વભરના ‎‎નિષ્ણાંતો આ પ્રકારના વેરિયન્ટને એક મોટો ખતરો ગણી રહ્યા છે. નિષ્ણાતોના મતે B.1.1.529 વેરિયન્ટમાં ચેપ વધુ ઝડપી ગતિએ ફેલાશે તેવી સંભાવના છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજના વાયરસ નિષ્ણાંત ડો. ટોમ પીકોકે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાયરસના નવા વેરિયન્ટની જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે વિશ્વભરમાં મુખ્ય ડેલ્ટા સ્ટ્રેઇન સહિત અન્ય કોઈ પણ વેરિયન્ટ કરતાં વધુ ખરાબ થવાની ક્ષમતા ધરાવે છે. ત્યારથી વૈજ્ઞાનિકોની નજર આ વેરિઅન્ટ પર છે.

Omicron Variant in India

ખતરનાક કહેવા પાછળ શું કારણ

‎B.1.1.529 વેરિએન્ટના 50થી વધુ મ્યુટેશન મળ્યા છે, જેમાંથી 32 મ્યુટેશન તેના સ્પાઇક પ્રોટીનમાં છે. આ વાયરસ શરીરના કોષમાં પ્રવેશવા માટે સ્પાઇક પ્રોટીન સુઓ-પાકનો આશરો લે છે. આ ઉપરાંત, રિસેપ્ટરને વેરિયન્ટ સાથે જોડતા ડોમેઇનમાં 10 મ્યુટેશન થયા છે. ડેલ્ટા વેરિયન્ટમાં આવા માત્ર બે પરિવર્તનો હતા જેણે ભારે વિનાશ સર્જ્યું હતું.

કોરોના વેક્સિન લેનાર લોકોને આ વેરિયન્ટથી ખતરો છે કે નહીં?‎‎ ‎

‎મોટાભાગની કોવિડ રસી સ્પાઇક પ્રોટીન પર હુમલો કરે છે. 'ઓમિક્રોન વેરિયન્ટ'ના 32 મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં હોવાથી તે કુદરતી રીતે રસીઓને પણ નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. હોંગકોંગના બંને દર્દીઓએ ફાઇઝર રસીનો ડોઝ લીધો હતો, તેમ છતાં તેમને ચેપ લાગ્યો હતો. વૈજ્ઞાનિકો તેને પૂરતા પુરાવા તરીકે ગણી રહ્યા છે કે નવા પ્રકારથી રસીઓની અસરો પણ દૂર થાય છે.

બાળકોને હજુ રસી આપવામાં નથી આવી

ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, દેશમાં બે અલગ અલગ રસી બાળકો માટે તૈયાર થઈ છે. જેને આપવાની સરકારે મંજૂરી આપી દેવી જોઈએ છે. વેરિયન્ટ બાળકોમાં ઘાતક સાબિત નહીં થાય તેની પાછળ મુખ્ય કારણ બાળકોમાં ઇમ્યુનિટી ઘણી સારી રહેલી હોય છે. તેમ છતાં બાળકોને સાવચેત રાખવા ખૂબ જ જરૂરી છે.

બ્રિટને દક્ષિણ આફ્રિકાના દેશોની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો

દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોનાનું નવું સ્વરૂપ મળ્યા બાદ બ્રિટને સાવચેતીના ભાગરૂપે આફ્રિકન દેશોની એરલાઈન્સને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જો કે લંડનમાં સ્થિતિ વધુ સારી છે. અહીં લોકો બજારો, ઉદ્યાનો, થિયેટરોમાં જોઈ શકાય છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાનો બાર બંધ કરી દેવામાં આવ્યો છે. તે જ સમયે, જર્મનીના મ્યુનિક શહેરમાં બજારો ખાલી જોવા મળી રહી છે.

દિલ્હીમાં DDMAની બેઠક

ભારતમાં પણ ઓમિક્રોન (Omicron Variant in India)ને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં પ્રતિબંધો કે લોકડાઉન જેવી કોઈ સ્થિતિ નથી, આ વૈજ્ઞાનિકો અને સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હી સરકારે કોરોનાના નવા પ્રકારને લઈને વૈજ્ઞાનિકો પાસેથી સલાહ માંગી છે. DDMAની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં નવા વેરિયન્ટ પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં બીજી લહેર (second wave in India) જેવી સ્થિતિ ન બને તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:New variant of corona: સુરત હીરા ઉદ્યોગમાં બ્લાઇન્ડ ખરીદી ફરીથી શરૂ થશે

આ પણ વાંચો:Corona Situation In India : વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, કોરોના અને રસીકરણ પર ચર્ચા

Last Updated : Nov 27, 2021, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details