અમદાવાદછેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો જોવા (Corona Cases in India) મળી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત ચિંતાજનક સમાચાર આવ્યા છે. કારણ કે, હવે ફરી એક વાર ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7 વેરિયન્ટની એન્ટ્રી થઈ (Omicron new variant bf 7) છે. જોકે, આ વેરિયન્ટનો દેશનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે.
ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી, દેશનો સૌપ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો - Ahmedabad Municipal Corporation
અમદાવાદમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7 વેરિયન્ટનો સમગ્ર દેશમાંથી પહેલો કેસ સામે (Omicron new variant bf 7 in ahmedabad) આવ્યો છે. અહીં ડ્રાઈવ ઇન રોડ (Drive In Road Ahmedabad) પર રહેતા 60 વર્ષીય સિનિયર સિટીઝનમાં આ વાઈરસ જોવા મળ્યો હતો. ત્યારબાદ તંત્ર દોડતું થયું છે.
દર્દી ડ્રાઈવઈન રોડ વિસ્તારના રહેવાસી ડોક્ટર્સના મતે, ઓમિક્રોન વાઈરસનો આ નવો સ્ટ્રેઈન અત્યંત (Omicron new variant bf 7) ચેપી છે. અમદાવાદમાં ડ્રાઈવઇન રોડ (Drive In Road Ahmedabad) પાસે રહેતા 60 વર્ષીય સિનિયર સિટીઝનમાં આ વાઈરસ જોવા મળ્યો હતો. જોકે, આ દર્દીને દાખલ કરવાની જરૂર તો નહતી પડી, પરંતુ સાવચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) દર્દીના પરિવાર અને સંપર્કમાં આવેલા 10થી વધુ લોકોની ચિહ્નો આધારિત તપાસ કરી હતી.
15 જુલાઈએ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતાઆ દર્દીના સેમ્પલ 15 જુલાઈએ ગાંધીનગરમાં આવેલી ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. અહીં દર્દીના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. તેમાં વાઈરસનો સ્ટ્રેઈન BF.7 હોવા અંગે સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારે મનપાનું તંત્ર દોડતું થયું હતું. બીજી તરફ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોમાં કોઈ લક્ષણ જોવા (omicron new variant symptoms) મળ્યા નથી.