અમદાવાદ-સિવિલ હોસ્પિટલમાં 657 દર્દીઓ દાખલ છે જેમાંથી 529 દર્દીને કોરોના પોઝિટિવ છે જ્યારે 129 દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે. દર્દીમાં 23 બાળકી અને 17 બાળક છે. 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે,27 દર્દીઓ ઓક્સિજન પર છે.
સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના યોદ્ધા ખડેપગે, બાળકોને નર્સિંગ સ્ટાફ માતા બનીને સાચવે છે - કોરોના યોદ્ધા
કોવિડ-19 વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે.આ રોગને નાથવા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલને કોવિદ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે.
સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના યોદ્ધા ખડેપગે, બાળકોને નર્સિંગ સ્ટાફ માતા બનીને સાચવે છે
ક્લીન રૂમમાં હાલ 5 બાળકો છે જેઓ 5 થી 10 વર્ષની વયના છે. એક બાળક તો માત્ર દોઢ વર્ષનું છે. આ બાળકો માટે એટેન્ડન્ટ પણ રખાય છે. આ દર્દીની સેવામાં ત્રણ પાળીમાં 1125 કોરોના યોદ્ધાઓ ખડેપગે ફરજ બજાવે છે..
Last Updated : Apr 26, 2020, 5:08 PM IST