- 9 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે વર્લ્ડ એન્ટી કરપ્શન ડે
- ટોપ 50 કરપ્ટ દેશની યાદીમાં ભારતનું નામ નહીં
- ભ્રષ્ટાચાર અટકાવવા તંત્રએ લેવા જોઈએ કડક પગલાં
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં 9 ડીસેમ્બરને આંતરરાષ્ટ્રીય લાંચરૂશ્વત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, અનેક જગ્યાએ અનેક કામોમાં વારંવાર ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે. તેને અટકાવવા માટે તેના વિરોધમાં 9 ડિસેમ્બરને ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ટોપ 50 કરપ્ટ દેશની યાદીમાં ભારતનું નામ નહીં ભ્રષ્ટાચાર એક વૈશ્વિક સમસ્યા
મહત્વનું છે કે, મોટા ભાગના સરકારી વિભાગોમાં પોતાના અંગત લાભ માટે જે-તે વ્યક્તિઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપો છે અને ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારી રહ્યા છે. જેના વિરોધમાં એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચાર એ ફક્ત સરકારી ક્ષેત્ર પૂરતો સીમિત નથી રહ્યો. પરંતુ ભ્રષ્ટાચાર આપણા દેશમાં શિષ્ટાચાર બની ગયો છે. હાલના સમયમાં ભ્રષ્ટાચાર એક વૈશ્વિક સમસ્યા છે.
ટોપ 50 કરપ્ટ દેશની યાદીમાં ભારતનું નામ નહીં
આજે સમગ્ર વિશ્વમાં એન્ટી કરપ્શન ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીયો માટે એક વાત સંતોષજનક છે કે, ભારતનું નામ વિશ્વના ટોપ 50 ભ્રષ્ટ દેશોમાં નથી. જેથી કહી શકાય કે, ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું છે. સાથે લોકો ઈચ્છી રહ્યા છે કે, ભ્રષ્ટાચારને અટકાવવા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવે. એન્ટી કરપ્શન ડેની ઉજવણીમાં અમદાવાદના યુવાનો આ દિવસ માટે શું વિચારી રહ્યા છે તે જાણવા પણ પ્રયાસ કર્યો હતો.