ગુજરાત

gujarat

ETV Bharat / city

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા: રેશનકાર્ડમાં સુધારા સહિત NFSA અનાજ મેળવવા ટોળાં ઉમટ્યાં - Social Distance

સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય એમ ગાઈડલાઇન્સ બહાર પાડી દેવાથી અમલીકરણ થઈ ગયું તેમ માની લેતાં પ્રશાસનની બેકાળજી કોરોનાના જંગમાં ખૂબ જ મોંઘી પડી શકે છે. વાત છે અમદાવાદમાં રેશનકાર્ડ અનાજ વિતરણ દરમિયાન ઉમટી રહેલાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવાની તંત્રની બેકાળજીની. નરોડા ઝોનલ કચેરીમાં આવા દ્રશ્યો સામે આવ્યાં હતાં.

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા: રેશનકાર્ડમાં સુધારા સહિત NFSA અનાજ મેળવવા ટોળાં ઉમટ્યાં
સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા: રેશનકાર્ડમાં સુધારા સહિત NFSA અનાજ મેળવવા ટોળાં ઉમટ્યાં

By

Published : Jul 8, 2020, 2:42 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના સંકમિતોની વધતી જતી સંખ્યા હજુ ઘટવાનું નામ નથી લેતી તેવા સમયમાં નરોડાની ઝોનલ કચેરીમાં નાગરિકોના બેજવાબદારીપૂર્વક વર્તતાં ટોળાં જોવા મળ્યાં હતાં. અમદાવાદના નરોડાની ઝોનલ કચેરીમાં રેશનકાર્ડધારક અરજદારો કોઈપણ જાતના સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યાં વગર મોટી સંખ્યામાં રેશનકાર્ડમાં જરુરી સુધારાવધારા કરાવવા માટે તેમ જ NFSA અનાજ મેળવવાના ફોમઁ ભરવા ઉમટી પડતાં કચેરીના સ્ટાફ માટે કોરોના સંક્રમણ થવાનું જોખમ ઉભું થયું હતું.

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા: રેશનકાર્ડમાં સુધારા સહિત NFSA અનાજ મેળવવા ટોળાં ઉમટ્યાં
વહેલી સવારથી જ અરજદારો અંતર રાખ્યાં વગર તેમ જ માસ્ક વગર ટોળે વળતાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં તેનાથી સંક્રમિત થવાનું જોખમ ઉભું થયું છે.

ABOUT THE AUTHOR

...view details