અમદાવાદસામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્ષ (Ahmedabad Property Tax) અંગેની જાણકારી નાગરિકોને હોય છે પરંતુ ઘણીવાર બાકી પ્રોફેશન ટેક્ષ વિષે જાણકારી હોતી નથી. ઘણા કિસ્સાઓમાં અગાઉના ભાડુઆતના પ્રોફેશન ટેક્ષના નાણાં બાકી હોય છે. જે અંગે મિલકત ખરીદનાર નવા માલિકને અજાણ હોવાથી મોટી સમસ્યા ઉભી થયી હોય છે. જેને લઈ કોર્પોરેશનના ટેક્ષ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. (profession tax gujarat)
official No due certificate રજૂ કરવાનો આગ્રહરેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકને કોઇપણ મિલકતનું ખરીદ વેચાણ કરતી વખતે પ્રોપર્ટી ટેક્ષ તેમજ અન્ય ટેક્ષ સંપૂર્ણ ભરપાઈ થયેલ છે. તેવા સર્ટિફિકેટની જરૂર હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓમાં તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓમાં કોઈપણ કામગીરી માટે પ્રોપર્ટી ટેક્ષ તેમજ અન્ય ભરવાપાત્ર ટેક્ષ પુરેપુરો ભરેલો છે. તેવા પુરાવા આપવાની જરૂર હોય છે. ઘણા સરકારી કચેરીઓમાં official No due certificate રજુ કરવા અંગે આગ્રહ કરવામાં આવે છે. આવા પ્રકારની કોઇ સુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપલબ્ધ ન હોઇ, ઘણીવાર નાગરિકોને મુશ્કેલી પડતી હોય છે. તેમજ સ્ટાફ સાથે બિનજરૂરી ઘર્ષણ થાય છે. જેથી આ એક મહત્વની સુવિધા ઉભી કરવામાં આવી છે. (amc property tax pay online)
કેવી રીતે ટેક્સ બાકી જાણી શકાશેમળતી માહિતી મુજબઅમદાવાદ મ્યુનિસિપલ (property tax information) કોપોરિશન તરફથી પ્રોપર્ટી ટેક્ષ તેમજ પ્રોફેશન ટેક્ષ અંગે કાયદેસર No due Certificate આપવા નક્કી કરેલા છે. જે ટેનામેન્ટ નંબરની વિગત વેબસાઇટ પર લીંકમાં enter કરતા બાકી પ્રોપટી ટેક્ષની સાથે સદર મિલકતમાં બાકી પ્રોફેશન ટેક્ષની વિગત પણ દર્શાવવામાં આવશે. તેમજ જો ટેક્ષ સંપુર્ણપણે ભરેલ હશે તો નિયત ફોર્મમાં No due certificate આપવામાં આવશે.