- ગુજરાતમાં નવા સીએમ અને નવા પ્રધાનમંડળની ટીમ આવ્યાં બાદનું સમીકરણ
- પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પીએમ મોદી સાથે મુલાકાત
- નીતિન પટેલને દિલ્હી લઈ જવાશે?
અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના ડીસેમ્બરમાં આવવાની છે, જે અગાઉ ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાં આખી ટીમ બદલી નાંખી છે. ગુજરાતમાં નવા સીએમ અને નવું જ પ્રધાનમંડળ આવી ગયું છે. સત્તા પરિવર્તનના એક મહિના પછી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (Nitin Patel) સોમવારે દિલ્હી ગયા હતા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi ) સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
નીતિન પટેલે ટ્વીટ કરીને ફોટા શેર કર્યા
રાજકીય જગતમાં ચર્ચાઓ ચાલી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi ) નીતિનભાઈને દિલ્હી લઈ જાય અને કોઈ મહત્વના હોદ્દો આપે. તેમજ એવી પણ એક વાત સામે આવી છે કે તેમને રાજ્યના રાજ્યપાલ પણ બનાવે. જો કે નીતિન પટેલે (Nitin Patel) સતાવાર રીતે ટ્વીટ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોટા મુક્યાં છે અને લખ્યું છે ક વડાપ્રધાનના નિવાસસ્થાન સ્થિત કાર્યાલય (PMO) ખાતે શુભેચ્છા મુલાકાત કરી છે.
નીતિન પટેલને કોઈ મહત્વની જવાબદારી સોંપાવા શક્યતા? પીએમ મોદી સાથે હાલની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હશે તસવીરોમાં પીએમ મોદી (PM Modi )અને નીતિનભાઈ (Nitin Patel) બન્ને સ્માઈલિંગ ફેસ સાથે દેખાય છે, જેથી તેમની બોડી લેેગ્વેજ પરથી સ્પષ્ટ થાય છે કે તેમના વચ્ચે પોઝિટિવ વાત થઈ છે, અને બન્ને વચ્ચેની મુલાકાતમાં ગુજરાતની જૂની યાદને વાગોળી હશે અને હાલની સ્થિતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હશે. આ અંગે નીતિનભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શકયો ન હતો.
આ પણ વાંચોઃ Diwali holidays : Gandhinagar ST Depot 60 એક્સ્ટ્રા બસો જુદા જુદા રૂટમાં દોડાવશે
આ પણ વાંચોઃ ગુજરાત ભાજપ સરકારમાં રહેલા આ IAS અધિકારી છે PM મોદીની 'આંખ', 7વાર મળી ચૂક્યુ છે એક્સટેન્શન