ગુજરાત

gujarat

ETV Bharat / city

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, રાત્રે 10 વાગ્યા બાદ ST બસને પણ નો એન્ટ્રી - રાત્રી કર્ફ્યુૉ

ગુજરાતમાં વધતાં જતા કોરોના વાઈરસના કેસોને લઈને રાજ્ય સરકાર સતર્ક હોવાના ફણગા ફૂંકી રહી છે. ત્યારે આજે મંગળવારે સરકાર દ્વારા રાજ્યના ચાર મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રિ કરફ્યૂ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાત્રે 12થી સવારે 6 કલાક સુધી રાત્રિ કરફ્યૂ હતો. જોકે, રાજ્યમાં કોરોના સંક્રમણના કિસ્સાઓમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કરફ્યૂ સમયમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી ST બસો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, રાત્રે 12ની જગ્યાએ 10 વાગ્યાથી શરૂ થશે કરફ્યૂ
ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, રાત્રે 12ની જગ્યાએ 10 વાગ્યાથી શરૂ થશે કરફ્યૂ

By

Published : Mar 16, 2021, 1:29 PM IST

Updated : Mar 16, 2021, 5:08 PM IST

  • રાત્રિ કરફ્યૂના સમયમાં વધારો કરવા અંગે સરકારે કરી હતી વિચારણા
  • વિચારણા બાદ ચાર મહાનગરોમાં રાત્રિના 10થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ
  • કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને લઈને રાત્રિ કરફ્યૂના સમયમાં કર્યો વધારો


અમદાવાદ: રાજ્યમાં વધતા જતા કોરોના વાઈરસના કેસોને લઈને રાજ્ય સરકાર પોતે સતર્ક હોવાનો દાવો કરી રહી છે. જોકે, પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી હોય તેવું આંકડાઓ સાબિત કરી રહ્યા છે. આજે એટલે કે મંગળવારના રોજ સરકારે રાત્રિ કરફ્યૂ અંગે મહત્વની જાહેરાત કરી છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 31 માર્ચ સુધી રાત્રિ કરફ્યૂ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ વખતે રાત્રિ કરફ્યૂ રાત્રે 10 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે.

આ પણ વાંચો:રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરનારા સામે પોલીસની લાલ આંખ, 3 દિવસમાં નોંધ્યા 820 કેસ


વેક્સિનેશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે: નીતિન પટેલ


રાત્રિ કરફ્યૂ અંગેની જાહેરાત થાય તે અગાઉ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને 4 મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરોને યોગ્ય નિર્ણય લેવા માટે છૂટ પણ આપવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યૂ સિવાય અન્ય મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કોરોના વેક્સિન લીધા બાદ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો એકાદ કિસ્સો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે વધુ 14.50 લાખ ડૉઝ મોકલ્યા છે. પૂરતા પ્રમાણમાં વેક્સિનેશનનો જથ્થો ઉપલબ્ધ છે.

10 વાગ્યા બાદ ST બસ રિંગરોડ સુધી જ જશે

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ST વિભાગ દ્વારા પણ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ ચારેય શહેરોમાં 10 વાગ્યા પછી ST બસ પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત રાત્રિ કરફ્યૂ દરમિયાન 4 મહાનગરોના સિટી બસ ડેપો પણ બંધ રાખવામાં આવશે. જ્યારે, કરફ્યૂ દરમિયાન તમામ ST બસો બાયપાસ દોડાવાશે અને યાત્રીઓને કરફ્યૂના સમય દરમિયાન સિટી ડેપોની ટિકિટ નહિ આપવામાં આવે અને બસોના રૂટ યથાવત રાખવામાં આવશે.

Last Updated : Mar 16, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details