- નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કરશે ડ્રગ્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન
- પોલીસ અધિકારીઓ અને કાયદા સાથે સંકળાયેલા જ્યૂડિસરીને પણ આપવામાં આવશે ટ્રેનિંગ
- નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને અપાશે ટ્રેનિંગ
- ટ્રેનિંગ બાદ NFSU દ્વારા માન્યતા ધરાવતા પોલીસ અધિકારીઓ જ અમુક ઘટનાની કરી શકશે તપાસ
ગાંધીનગર: રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સવારે ચાર વાગ્યે મંગળા આરતી કર્યા બાદ સોમવારે 12 જુલાઈના દિવસે તેઓ પોતાના મતવિસ્તાર એવા ગાંધીનગરમાં જ દિવસ પસાર કરવાના છે, ત્યારે બપોરે એક કલાકની આસપાસ કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આવીને ડ્રગ્સ લેબોરેટરીનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપવામાં આવતા વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેન્ટરની પણ શરૂઆત કરશે.
NFSU દેશના 1.60 લાખ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપશે ટ્રેઇનિંગ
કેમ્પસ ડાયરેકટર એસ.ઓ. જુનારેએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ બાબતેની તપાસ માટે ખાસ ટ્રેનિંગ મોડ્યુલ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં આવનારા સમયમાં દેશના 1.60 લાખથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ પણ કરાવવામાં આવશે અને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જ્યારે અત્યારે આ ફક્ત બે ભાષામાં એટલે કે હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, જ્યારે આવનારા સમયમાં વધુ આઠ ભાષામાં મોડ્યૂલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ જે અધિકારી ઇચ્છે તે અધિકારીઓની ટ્રેનિંગ અને રજિસ્ટ્રેશન કર્યા બાદ પરીક્ષાનું આયોજન કરીને તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
જે પોલીસ અધિકારીઓ પાસે સર્ટિફિકેટ હશે તે જ તાપસ કરી શકશે