અમદાવાદઃ વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલના ભાવમાં (Edible oil prices in the global market) ઘટાડાના કારણે સ્થાનિક બજારમાં તેલના ભાવ ઘટ્યા છે. ગયા સપ્તાહે સરસવ, સોયાબિન, મગફળી, કપાસિયા, સીપીઓ અને પામોલિનના ભાવ ગગડ્યા છે. ત્યારે હવે આ સિવાયના તેલના અન્ય ભાવ પણ સામાન્ય રહ્યા છે. તોખાદ્યતેલમાં પ્રતિકિલો 50 રૂપિયાનો ઘટાડો (Decline in edible oil prices) થયો છે.
આ પણ વાંચો-Gold Silver Price in Gujarat : સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં ઉછાળો
તેલમાં અચાનક ભાવ ઘટાડો - વેપારીઓના જણાવ્યા મુજબ, આયાતી સોયાબીન ડીગમ, સીપીઓ, પામોલિન અને સનફ્લાવર ઑઈલના જથ્થાબંધ ભાવમાં પ્રતિકિલો 50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સિવાય આયાતકારોએ જે ભાવે ખાદ્યતેલોની (Edible oil prices in the global market) આયાત કરી છે. તે જૂના ભાવે વિદેશમાં તેલિબિયાંના ભાવમાં અચાનક ઘટાડો થવાથી આ આયાતકારોએ તેમનો માલ ખરીદકિંમત કરતાં 50-60 ડૉલર નીચે વેચવો પડી શકે છે.