જુના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા અમદાવાદીઓ ઉત્સાહપૂર્વક 31ની ડિસેમ્બરની રાત્રે ઉજવણી કરે છે. જેના ભાગ રૂપે સી. જી. રોડ અને એસ. જી. હાઇવે પર લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને ઉજવણી કરે છે. ઉજવણી કરતા લોકોને સમસ્યા ન થાય અને ટ્રાફિક જામ ન થાય, તે માટે પોલીસ દ્વારા બંને વિસ્તારના કેટલાક માર્ગો પર 8 વાગ્યા બાદ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો છે, જે રાત્રીના 12 વાગ્યા સુધી રહેશે.
અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ઉજવણી, જાણો ક્યા રસ્તાને થશે અસર... - અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ઉજવણી
અમદાવાદઃ 31મી ડિસેમ્બરની લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે અમદાવાદમાં પણ સી. જી. રોડ અને એસ. જી. હાઈવે ખાતે લોકો રસ્તા પર આવીને ઉજવણી કરે છે. ઉજવણીના રંગમાં વાહનો દ્વારા ભંગ ન પડે, તે માટે સી. જી. રોડ અને એસ. જી. હાઇવેના કેટલાક ભાગોમાં અમુક સમય વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
affected root in new year celebration in ahmedabad
આ રસ્તા બંધ કરી વૈકલ્પિક રસ્તા અંગે પણ જાણ કરવામાં આવી છે. જેમાં સી. જી. રોડથી પંચવટી સુધીનો માર્ગ બંધ રાખવામાં આવશે. જેના વૈકલ્પિક ભાગે ગુલબાઈ ટેકરા, મીઠાખળીથી સેન્ટ ઝેવિયર્સ કોર્નરનો માર્ગનો લોકો ઉપયોગ કરી શકશે. એસ. જી હાઇવે પર વાહન પાર્ક કરવા અને ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના વિકલ્પના ભાગ રૂપે લોકો સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરી શકશે.
Last Updated : Dec 24, 2019, 4:48 AM IST