અમદાવાદઃ કુહા ગામમાં 1 ઓગષ્ટ 2019 પછી જન્મ થનાર 27 જેટલી શક્તિ-સ્વરુપા કન્યાઓનું પૂજન જિલ્લા કલેકટર સંદીપ સાંગલે તથા જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યું હતું.દીકરો-દીકરી એકસમાન તેમજ જેન્ડર ઇક્વાલિટી જેવા વિષયો પર લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ સામાજિક ક્રાંતિનો સંદેશ છે કે આપણે આપણો ભવ્ય ઐતિહાસિક વારસો ભૂલી રહ્યા છીએ. જેના લીધે બાળ જ્ન્મદરમાં બાળકીઓનો ઘટાડો નોંધાવા લાગ્યો છે જે સમાજ માટે ચિંતાનો વિષય છે.
દસ્ક્રોઈ તાલુકાના કુહા ગામમાં નવતર પ્રયોગઃ દીકરીના ઘરને 'દીકરી નિવાસ' નામ અપાયું દરેક સમાજમાં જન્મ લેનાર દીકરીઓને સમાન પોષણ અને સમાન શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવતાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે જેમ દીકરાનો જન્મ થાય છે ત્યારે તેના વધામણાં કરીએ છીએ તેમ હવે દીકરી જન્મને પણ વધાવીએ એવો પ્રબુદ્ધ વિચાર સમાજમાં પ્રકટે તે આજના સમયની તાતી જરુરિયાત છે. વર્ષ 2015માં હરિયાણાના પાણીપત ખાતે વડાપ્રધાન મોદીએ ‘’બેટી બચાઓ, બેટી પઢાઓ’’ અભિયાનની શરૂઆત કરી હતી. દસ્ક્રોઈ તાલુકાના કુહા ગામમાં નવતર પ્રયોગઃ દીકરીના ઘરને 'દીકરી નિવાસ' નામ અપાયું ભારતના ભવ્ય ઐતિહાસિક વારસામાં, સાંસ્કૃતિક વારસામાં અને સામાજિક મૂલ્યોના પાયામાં નારીની સમાનતા જોવા મળે છે એ ન ભૂલવું જોઇએ એમ ભારર્પૂવક જણાવતાં કલેકટરે વધુમા જણાવ્યું કે દીકરીના જ્ન્મને વધાવો અને દીકરા સમાન જ શિક્ષણ અને પોષણ આપો. આજે મહિલાઓ તમામ ક્ષેત્રે કાર્યરત છે અને તેથી દીકરીનો ઉછેર દરેક ઘરમાં દીકરા જેવો જ થાય એ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આવશ્યક છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં સેક્સ રેશિયો દર સમાન દરે જળવાઇ રહે તે માટેના પગલા લેવાઇ રહ્યાં છે. લોકોને એ વિષય અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. દરેક લોકો ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે ગર્વ સાથે આનંદ વ્યકત કરે તે જરુરી છે. ભારત અને રાજ્ય સરકારે આજે દીકરીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. તેનો મહત્તમ લાભ લોકોએ લેવો જોઇએ. ક્ન્યા પૂજનનો મુખ્ય ઉદેશ એ જ છે કે આ દીકરીઓ મોટી થઇને ખૂબ ભણીને આગળ વધે અને તેમના પરિવાર, સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે.કુહા ગામમાં એક નવતર પ્રયોગના ભાગરૂપે કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે દરેક દીકરીના નામની નેઇમ પ્લેટ 'દીકરી નિવાસ' તરીકે દીકરીઓના નિવાસસ્થાને લગાવવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અધિકારી એઝાઝ મન્સૂરી, જેન્ડર રિસોર્સ ઓફિસર મીતાબેન પટેલ, પ્રોટેક્શન ઓફિસર ગ્રામ્ય વિસ્તાર- નીલેશ્વરીબા ગોહેલ, પ્રાંત અધિકારી –દસ્ક્રોઈ, કોમલબેન પટેલ, કુહા ગામના સરપંચ હીનાબેન પટેલ, મામલતદાર ડૉ.પ્રણવ પટેલ તેમજ શાળાના આચાર્ય મુકેશભાઈ ગોર ઉપસ્થિત રહ્યાં હતાં.