અમદાવાદઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ અમદાવાદ બેન્ચ ખાતે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા 2 દિવસ માટે સંસ્થાનું કામકાજ બંધ રાખવામાં આવશે.
NCLT કર્મચારી કોરોના પોઝિટિવ આવતા 2 દિવસ કામકાજ સસ્પેન્ડ કરાયું - નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલનો કર્મચારી કોરોના સંક્રમિત
અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ અમદાવાદ બેન્ચ ખાતે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા 2 દિવસ માટે સંસ્થાનું કામકાજ બંધ રાખવામાં આવશે.
NCLT કર્મચારી કોરોના પોઝિટિવ આવતા 2 દિવસ કામકાજ સસ્પેન્ડ કરાયું
નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ અમદાવાદ બેન્ચ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ કચેરીનું કામકાજ કરવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન કચેરીને સેનિટાઈઝ કરવામાં આવશે. આ તારીખ દરમિયાન જેટલી પણ મેટર હતી તેને મૂલતવી રાખવા આવી છે.