અમદાવાદઃ અમદાવાદ જુહાપુરાના કુખ્યાત નજીર વોરાના ઘરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટ પાવરની વીજળી ચોરી કરવાનું સામે આવતા દાખલ થયેલી પોલીસ ફરિયાદમાં ધરપકડ ટાળવા માટે દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે.
વીજ ચોરીના કેસમાં કોર્ટે નજીર વોરાના આગોતરા જામીન ફગાવ્યા - આગોતરા જામીન અરજી
અમદાવાદ જુહાપુરાના કુખ્યાત નજીર વોરાના ઘરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટ પાવરની વીજળી ચોરી કરવાનું સામે આવતા દાખલ થયેલી પોલીસ ફરિયાદમાં ધરપકડ ટાળવા માટે દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે નજીર વોરાનો આગોતરા જામીન ફગાવતા નોંધ્યું હતું કે, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જેથી તેમની આગોતરા જામીન અરજી મંજૂર કરી શકાય નહીં. બુટલેગર વ્યસાય સાથે સંકળાયેલા આરોપી નજીર વોરાના આગોતરા જામીન અરજી રદ કરાતા હવે આરોપીને હાઈકોર્ટમાં અરજી કરવી પડશે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ચાલુ મહિને બાતમીના આધારે ટોરેન્ટ પાવરના અધિકારીઓએ બાતમીના આધારે જુહાપુરમાં આવેલા નજીર વોરા ઘર પર દરોડા પાડ્યા હતા અને વીજ મીટર ચેક કરતા તેમાં 20 મિટરના વાયરથી છેડછાડ કરાઈ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરાઈ હતી.