અમદાવાદ: વિશ્વભરમાં ગરવી ગુજરાતની ઓળખ એટલે ગરબા. ત્યારે હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં નવા નવા સ્ટેપ શીખીને નવરાત્રીની મજા માણવા (Navratri festival in Ahmedabad) તૈયાર થઈ ગયા છે. જેમાં ખાસ કરીને કોરોના મહામારીના બે વર્ષ બાદ ગરબાનું આયોજન થતું હોવાથી ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (Navratri Turban 2022)
ઢોલીડા તારો ઢોલ વાગે : 'પા ઘડી'માં બે વર્ષનું સાટુ વાળશે ખેલૈયાઓ 4 કિલોની પાઘડીઇન્ટરનેશનલ ડાન્સર અનુજ મુદલિયારે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ પ્રકારની પાઘડી લઈને આવ્યો છું. આ પાઘડી કમળ આકારમાં છે. હાલમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને પાઘડી અને કેડિયું તૈયાર કરવામાં આવ્યું છે. આ પાઘડીનું વજન 4 કિલો જેટલું છે. તેમજ આ પાઘડી બનાવતા 1 મહિનો થયો હતો. આ પાઘડી વજન વધારે હોવાથી પાઘડી પહેરીને છેલ્લા 4 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા.(Ahmedabad Garba khelaiya preparations)
પૌરાણિક વર્ક જોવા મળશેહીનલ ભટ્ટે જણાવ્યું હતું કે, નવરાત્રીમાં ખાસ કરીને પૌરાણિક પહેરવેશ જોવા મળતું હોય છે. તે પ્રમાણે આ વર્ષે પણ કચ્છી, ભરતકામ, ભરવાડી અને ઢેબર વર્કમાં પહેરવેશ જોવા મળશે. નવરાત્રીની તૈયારીઓ બે મહિના પહેલા શરૂ કરી દઈએ છીએ. ત્યારે આ વખતે નવરાત્રીના નવ દિવસ માટે અલગ અલગ પ્રકારના ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. બે વર્ષ બાદ નવરાત્રી થતી હોવાથી ભારે ઉત્સાહિત છીએ. (navratri 2022)
4 કિલોની પાઘડી પહેરી રમશે ખેલૈયા કોરોના મહામારી બાદ મોકો મળ્યોઅંકિત વાઘેલાએ જણાવ્યું હતુ કે, અમે વર્ષોથી એક ગ્રુપમાં નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબા રમતા હોઈએ છીએ. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાથી અમે નવરાત્રીને મજા માણી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ગરબા રમવાની મંજૂરી આપી દીધી હોવાથી અલગ અલગ પાર્ટી પ્લોટમાં જઈને અમે ગરબા રમવા માટે તૈયાર છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ જે ગરબા રમવાનો લ્હાવો મળ્યો છે. તે લ્હાવો મેળવવામાં તૈયાર છીએ. (Navratri 2022 in Gujarat)
ગરબા રમવા ઉત્સાહિતવૈશાલી સોનીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અમે નવરાત્રીને ખૂબ મિસ કરી હતી. બે વર્ષ ગરબા રમ્યા ન હતા. તેનો લાભ અમે આ એક જ વર્ષમાં ઉઠાવીશું. હું છેલ્લા 35 વર્ષથી ગરબા રમું છું, મારી હાલ ઉંમર 50 વર્ષથી પણ વધુ હોવા છતાં દર વર્ષે નવા નવા ગરબાના સ્ટેપ શીખું છું. આ વર્ષે નવરાત્રીના નવ દિવસ અલગ અલગ પ્રકારના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને અલગ અલગ પાર્ટી પ્લોટમાં રમવા જઈશ જેથી આ યાદગાર બનાવીશું. navratri garba 2022, navratri pagdi, Navratri Traditional dresses