અમદાવાદઃ નરોડામાં જ્વેલર્સ શોપના માલિકને હની ટ્રેપમાં ફસાવનારી યુવતીની ધરપકડ કરવામાં (Naroda Jewelers Merchant Honeytrap) આવી હતી. યુવતીએ જ્વેલર્સ શોપના માલિકને બ્લેકમેલ કરી 9 લાખ રૂપિયા પણ (Honeytrap in Naroda) પડાવ્યા હતા. જોકે, ફરિયાદીએ પોલીસમાં જાણ કરતા પોલીસે આરોપી યુવતી, તેના પ્રેમી સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું અને તેના કારણે દેવું થઈ જતા તેમણે હનીટ્રેપ ગોઠવ્યું હતું. નરોડા પોલીસે આરોપીઓને ઝડપી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.
નરોડા પોલીસે ત્રણેય આરોપીને પકડી જ્વેલર્સના વેપારીને બચાવ્યો નરોડા પોલીસે 3 આરોપીને પકડ્યા -નરોડા પોલીસે (Naroda Police Station) આરોપી અંજલિ ત્રિવેદી, શહેબાઝ સિપાહી અને ઈકરામ સૈયદની ધરપકડ કરી હતી. આ આરોપીઓ જ્વેલર્સ શોપના માલિકને વારંવાર બ્લેકમેલ કરતા હતા. આરોપી અંજલિ ત્રિવેદીએ 7,000 રૂપિયાના સોનાના દાગીના ગિરવે મૂક્યા હતા. ત્યારબાદ તેણે જ્વેલર્સ શોપના માલિકને (Naroda Jewelers Merchant Honeytrap) પ્રેમજાળમાં ફસાવ્યા હતા.
નરોડા પોલીસે 3 આરોપીને પકડ્યા આ પણ વાંચો-Honeytrap Case in Surat: પોલીસ દ્વારા મુકવામાં આવેલા સજેસન બોક્સના આધારે થયો હનીટ્રેપનો પર્દાફાશ
આરોપીઓ વેપારીને કરતા હતા બ્લેકમેલ-ત્યારબાદ અન્ય આરોપીઓએ જ્વેલર્સ શોપના માલિક અને આરોપી અંજલિ ત્રિવેદીના અંગત પળોના વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી 9,00,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ આરોપી ટોળકી વધુ 3,00,000 રૂપિયા આપવા વેપારી પર દબાણ કરતી હતી. આખરે કંટાળીને વેપારીએ નરોડા પોલીસમાં (Naroda Police Station) ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે છટકું ગોઠવીને ત્રણેય આરોપીને (Naroda Jewelers Merchant Honeytrap) ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો-Morbi Honey Trap Case : મોરબીમાં વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવનાર બે મહિલા સહિત 6 ઝડપાયા
આરોપીનો વેપારી સાથે હતો પ્રેમસંબંધ - આપને જણાવી દઈએ કે, આરોપી અંજલિ ત્રિવેદી અને શહેબાઝ સિપાહી વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આરોપી અંજલિ ત્રિવેદી ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અને બીએડ કરવા 1,20,000 રૂપિયાની જરૂર હતી. આ સિવાય ક્રિપટોકરન્સીના રોકાણમાં 14થી 15 લાખનું દેવું પણ થઈ ગયું હતું. એટલે અંજલિએ પ્રેમી શહેબાઝ સાથે મળીને હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું હતું. આરોપી શહેબાઝ સિપાઈએ આ કાવતરામાં પોતાના મિત્ર ઈકરામ સૈયદનને સામેલ કર્યો હતો.
આરોપીઓ ટૂકડે ટૂકડે પૈસા પડાવતા હતા - આરોપી અંજલિ ત્રિવેદીએ જ્વેલર્સ શોપના માલિકને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો. ત્યારબાદ આરોપી અંજલિ ત્રિવેદીએ પોતે ગર્ભવતી હોવાનું કહી વધુ 50,000 રૂપિયા પડાવ્યા હતા. જ નહીં વેપારીને ધમકી પણ આપી હતી કે, જો તેની સાથે લગ્ન નહીં કરે તો પોતે આત્મહત્યા કરી લેશે અને ખોટા કેસમાં ફસાવી દેશે. આ ધમકીથી ડરીને વેપારીએ 9,00,000 રૂપિયા આપ્યા હતા. તેમ છતાં આ ટોળકીએ વધુ પૈસાની માગણી ચાલુ જ રાખી હતી. આખરે પોલીસ ફરિયાદ પછી નરોડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ (Naroda Jewelers Merchant Honeytrap) કરી હતી. જોકે, પોલીસે આરોપીના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.