અમદાવાદ: નરેશ પટેલ છેલ્લા 2 દિવસથી દિલ્હી (Naresh Patel In Delhi)માં હતા, ત્યાં તેઓ કોંગ્રેસના હાઈકમાન્ડમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળવાના હતા અને પ્રશાંત કિશોર (Naresh Patel Meet Prashant Kishore)ને મળવાના હતા. તે પછી જ તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે. દિલ્હી (Naresh Patel On Delhi Visit)થી પરત આવેલા નરેશ પટેલે જણાવ્યું કે, હું દિલ્હી સામાજિક કામથી ગયો હતો. લગ્નપ્રંસગે ગયો હતો અને ત્યાં લગ્નમાં પ્રશાંત કિશોર સાથે મુલાકાત થઈ હતી. મારે રાજકારણમાં જોડાવું કે નહી તે અંગેનો સમાજનો સર્વે તૈયાર થયો છે.
તમામ પક્ષોએ મને આમંત્રણ આપ્યું છે- તેમણે આગળ કહ્યું કે, હજી કેટલાક ફીડબેક લેવાના બાકી છે. હું જોઈ વિચારીને નિર્ણય કરીશ. દરેક વખતે ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવે ત્યારે તમામ પક્ષો મને આમંત્રણ આપે છે અને હું તેમનો આદર કરું છું. આ વખતે પણ તમામ પક્ષોએ મને આમંત્રણ આપ્યું છે. રાજકારણ (Naresh Patel On His Politics Entry)માં જોડાવા અંગેનો નિર્ણય હું તમારી સામે આવીને જ જાહેર કરીશ.
આ પણ વાંચો:Naresh Patel's Decision : રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે હજુ વધુ સમય માગ્યો
કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું તે વાત સાચી નથી-નરેશ પટેલે કહ્યું કે, 15 મે સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્યાં સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરી દઈશ. હું સામાજિક કાર્યકર છું, હું દિલ્હીમાં કોને મળ્યો તે જાહેર નહી કરું. પણ બીજી મેએ હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું (Naresh Patel Congress) તે વાત સાચી નથી.