ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની 8 મોટી ખાનગી હોસ્પિટલોના નામ કોરોના સારવાર લિસ્ટમાં કેમ નથી?, AMC બેઠક કરે: હાઈકોર્ટ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 જેટલા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવ્યા છે, ત્યારે 8 જેટલા નામી ખાંગુ હોસ્પિટલનું નામ લિસ્ટમાં ન હોવા બદલ હાઇકોર્ટે કોર્પોરેશનના કમિશનરને હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે બેઠક કરવાનો આદેશ કર્યો છે.

By

Published : May 23, 2020, 11:45 PM IST

names-of-8-big-private-hospitals-in-ahmedabad-are-not-in-the-treatment-list-of-corona
અમદાવાદના 8 મોટા ખાનગી હોસ્પિટલોના નામ કોરોનાની સારવાર લિસ્ટમાં કેમ નથી

અમદાવાદ: રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 42 જેટલા ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવ્યા છે, ત્યારે 8 જેટલા નામી ખાંગુ હોસ્પિટલનું નામ લિસ્ટમાં ન હોવા બદલ હાઇકોર્ટે કોર્પોરેશનના કમિશનરને હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે બેઠક કરવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે કોરોનાની વકરતી સ્થિતિ ટાણે જે ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે સરકાર સાથે સહમતિ દર્શાવતા નથી, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે જે 42 હોસ્પિટલોના લિસ્ટ જાહેર કર્યા છે. જેમાં એપોલો હોસ્પિટલ, કે.ડી હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ સહિતની નામી હોસ્પિટલોના નામ કોરોનાની સારવાર માટેના હોસ્પિટલોની લિસ્ટમાં નથી.

રાજ્યમાં કોરોના જે રીતે દરરોજ 400 જેટલાં કોરોના પોઝીટિવ કેસ સામે આવી રહ્યાં છે, જેને ધ્યાનમાં રાખીને એસવીપી હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે તમામ દર્દીઓની સારવાર કરવું શક્ય નથી. જેથી કરીને ખાનગી હોસ્પિટલો 60 ટકા જેટલા તેમના બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પરિપત્ર બહાર પાડવા આદેશ કર્યો છે. જેમાં તમામ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલોને 50 ટકા કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવવાનો આદેશ કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં પ્રતિ દિવસ જે બેડના ભાવ નક્કી કરાય છે, એ સિવિલની સરખામણી કરતા 150 ટકા વધુ છે. હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલના ચાર્જ નક્કી કરતા પરિપત્રમાં કઈ સુવિધા ઉપલબ્ધ છે અને કંઈ નથી, નક્કી કરાયેલા ચાર્જ સિંગલ રૂમ, ડબલ રૂમ એ અંગે સ્પષ્ટતા કરવાનો હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details