- મોડી રાત્રે ફોન આવતા વૃદ્ધ જૂના ઘરે ગયા હતા
- તપાસ કરતા જૂના ઘરમાંથી લાશ મળી આવી
- સોનાની ચેઇન ખરીદવા માટે યુવકનો આવ્યો હતો ફોન
અમદાવાદ: શહેરના ઘાટલોડિયા (Ghatlodia) વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા (Murder of an elderly couple)ના 15 દિવસ બાદ વધુ એક સિનિયર સિટીઝનની હત્યા (Murder of a senior citizen)ની ઘટના સામે આવી છે. શહેરના સાબરમતી (Sabarmati) વિસ્તારમાંથી ગળું કાપેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલ મૃતકની ઓળખ 62 વર્ષીય દેવેન્દ્ર રાવત (Devendra Rawat) તરીકે થઈ છે. મૃતકની સોનાની ચેઈન (Gold Chain), મોબાઈલ (Mobile) અને બાઈક (Bike) ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા છે.
યુવકનો ફોન આવતા મોડી રાત્રે જૂના ઘરે ગયા હતા
મૂળ ત્રાગડ ખાતે 65 વર્ષીય દેવેન્દ્ર ભાઈ રાવત પત્ની સાથે રહેતા હતા. તેઓ એક કંપનીમાંથી નોકરી કરી હાલમાં નિવૃત જીવન (Retired life) ગુજારતા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ તેમના જૂના ઘરે ગયા હતા. એક યુવકનો ફોન આવતા તેઓ તેમના જૂના ઘરે ગયા હતા. જો કે બાદમાં તેઓનો કોઈ સંપર્ક ન થતા તેમની પત્નીએ તપાસ કરી હતી. તપાસ કરતા જૂના ઘરમાંથી લાશ મળી (Body was found in the old house) આવી હતી. પોલીસને જાણ કરાતા પોલીસે આ ઘટનાની તપાસ કરી છે. વૃદ્ધ દેવેન્દ્ર ભાઈ રાવતના ગળામાં છરી જેવા હથિયારના ઘાના નિશાન મળી આવ્યા છે. સાથે જ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, મોબાઈલ ફોન અને તેમનું વાહન પણ ગાયબ હતું.
હત્યા કરવા પાછળ લૂંટનો ઇરાદો હોવાની શંકા
દેવેન્દ્ર ભાઈ રાવતને ગઈકાલે એક યુવકનો ફોન આવ્યો હતો, જેણે બોનસ આવ્યું હોવાથી સોનાની ચેઇન ખરીદવાનું દેવેન્દ્ર ભાઈને જણાવી અચેર બોલાવ્યા હતા, જેથી દેવેન્દ્ર ભાઈ ત્યાં જવા નીકળ્યા હતા. આ પહેલા તેમના જૂના મકાને ગયા હતા, જ્યાં તેમની હત્યા થઈ હતી. હત્યા કરવા પાછળ લૂંટનો ઈરાદો હોવાનું લાગી રહ્યું છે. એક વૃદ્ધને કોઈ યુવક ફોન કેમ કરે? તેવી શંકાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. જે વ્યક્તિ ફોન કરનાર હતો તે કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી, કારણકે દેવેન્દ્ર ભાઈનો ફોન પણ ગાયબ છે.