અમદાવાદ: કચ્છના મુદ્રા બંદરે રૂપિયા 21,000 કરોડના હેરોઈનના જથ્થા (Mundra Port Drug Haul Case) મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA In Mundra Drug Case) દ્વારા અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં 11 આરોપીઓ સામે ચાર્જશીટ (Mundra Port Drug Chargesheet) દાખલ કરવામાં આવી છે. મુંદ્રા પોર્ટપરથી DRI દ્વારા 21,000ની કિંમતનું 3,000 કિલો હેરોઇન સપ્ટેમ્બર મહિનામાં પકડવામાં (Mundra Port Dugs Bust) આવ્યું હતું. આ ચાર્જશીટમાં 11 અફઘાની, 4 ભારતીય તથા એક ઇરાની સહિત 16 નાગરિકોનું પાકિસ્તાની આતંકવાદી જૂથો (Terrorist Groups In Pakistan) સાથે કનેકશન હોવાનું જણાવાયું છે.4 આરોપીઓને ચાર્જશીટમાં વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે.
ડ્રગ્સકાંડમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાની સંડોવણી. ઇન્ટરનેશનલ માફિયાઓ અને આતંકવાદી સંગઠનોની સંડોવણી-અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ડ્રગ્સ માફિયાઓ (Drug mafias of India) દ્વારા ભારતમાં ઘૂસાડવામાં આવેલા અને કચ્છના મુદ્રા બંદરથી ઝડપાયેલા રૂપિયા 21,000 કરોડના હેરોઈનના જથ્થા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં બહાર આવ્યુ છે કે, આ સમગ્ર ડ્રગ્સકાંડમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાની સંડોવણી છે. NIAના નિવેદન મુજબ આરોપીઓ મોહમ્મદ હસન દાદ અને હુસૈન દાદ તથા અન્યોના પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો સાથેના સંબંધો ખુલ્યા છે. ભારત વિરોધી પ્રવૃતિઓ (Anti India activities)માં ઉપયોગમાં લેવા માટે ડ્રગ્ઝના નાણા હવાલા મારફતે ફરી પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનોને જ પહોંચાડવાના હતા.
ભારતમાં આંધપ્રદેશની આશી ટ્રેડિંગ કંપનીને મોકલવાનું હતું ડ્રગ્સ. આ પણ વાંચો:શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં
કંદહારથી આવ્યું હતું કન્સાઇનમેન્ટ-હુસૈન દાદ તથા હસન દાદ અફઘાનિસ્તાનના કંદહારની કંપની હસન હુસૈન લિમટેડના માલીક છે. આ કંપનીએ જ હેરોઇનનું કન્સાઇનમેન્ટ મોકલ્યું હતું. સેમી-પ્રોસેસ્ડ પથ્થર તરીકે કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. આ કન્સાઇનમેન્ટ મૂળ કંદહારથી જ રવાના થયું હતું અને વાયા ઇરાન થઇને આવ્યું હતું. જે ભારતમાં આંધપ્રદેશની આશી ટ્રેડિંગ કંપનીને મોકલવાનું હતું. તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા અગાઉ પણ સમાન ચેનલથી ડ્રગ્સ (Drugs In India) ઘૂસાડવામાં આવ્યું હતું. આંધપ્રદેશની કંપની મારફત ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું કાવતરું હતું.
આ પણ વાંચો:કચ્છના મુન્દ્રા પોર્ટ પર અફઘાન હેરોઇનનો મોટો જથ્થો ઝડપાયો, આંકડો જાણી તપાસ એજન્સીઓ પણ ચોંકી
ડ્રગ્સના રૂપિયા આતંકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવાના હતાં-NIA દ્વારા ચાર્જશીટમાં 16 આરોપીઓના નામ આપવામાં આવ્યા છે. તેમાંથી 10 પકડાઈ ચૂક્યાછે, જ્યારે 6 ફરાર છે. 10માંથી 4 ભારતીયો છે જે ડ્રગ્સ મેળવનારી આંધ્રપ્રદેશની કંપનીના સંચાલકો છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરીને તેના નાણાં આંતકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવતા હતાં. દિલ્હીમાં 10 ટકા પ્રોસેસ કરીને હેરોઈનને સ્થાનિક ડ્રગ્સ ડીલર્સ થકી વેચાણ કરવાનું હતું. આરોપીઓ નાર્કો આતંકવાદ દ્વારા દેશને અસ્થિર કરવા માંગતા હતા.
હવાલા મારફતે નાણા મોકલતાં હતાં-આરોપીઓ સિન્ડિકેટ સાથે સીધો સંબંધ ધરાવે છે અને તેમની પૂછપરછથી નાર્કો આતંકવાદ (narco terrorism in india) સાંઠગાંઠ હોવાનું પણ બહાર આવ્યું છે. NIAની તપાસમાં એવી સ્ફોટક વિગતો બહાર આવી છે કે, આરોપીઓ દિલ્હી તથા અન્ય ચેનલો મારફતે હવાલાથી પાકિસ્તાન થઈ અફઘાનિસ્તાન નાણા મોકલતા હતા. આ અંગે NIA દ્વારા હવાલા રેકેટ આચરનારની પણ તપાસ ચાલું કરી હોવાનું જાણવા મળ્યું છે.