ગુજરાત

gujarat

ETV Bharat / city

મુંબઈના કોરોનાગ્રસ્ત વૃદ્ધને ઉત્તરાખંડથી એરલીફ્ટ કરીને અમદાવાદ લવાયા, 55 દિવસે કોરોનાને હરાવ્યો - ખાનગી હોસ્પિટલમાં સારવાર

દેશમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે. આથી, મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને આ હકિકતનો પરિચય થયો છે. ઉત્તરાખંડથી વિમાનમાં એરલીફ્ટ કરીને તેમને અમદાવાદ લવાયા અને ખાનગી હોસ્પિટલમાં 55 દિવસની સારવારને અંતે તેમણે કોરોનાને હરાવ્યો હતો.

મુંબઈના કોરોનાગ્રસ્ત વૃદ્ધને ઉત્તરાખંડથી એરલીફ્ટ કરીને અમદાવાદ લવાયા, 55 દિવસે કોરોનાને હરાવ્યો
મુંબઈના કોરોનાગ્રસ્ત વૃદ્ધને ઉત્તરાખંડથી એરલીફ્ટ કરીને અમદાવાદ લવાયા, 55 દિવસે કોરોનાને હરાવ્યો

By

Published : May 31, 2021, 7:33 PM IST

  • કોરોના દર્દીને ઉત્તરાખંડથી એરલિફ્ટ કરીને અમદાવાદ લવાયા
  • મુંબઈના દર્દીએ 55 દિવસની સારવાર પછી કોરોનાને હરાવ્યો
  • અમદાવાદ નેશનલ મેડિકલ હબ સાબિત થયું

અમદાવાદ: મુંબઈ નિવાસી 66 વર્ષના ચંદ્રકાન્ત પટેલ માર્ચમાં તેમની પત્ની, પુત્ર અને કેટલાક મિત્રો સાથે નૈનિતાલમાં રજાઓ ગાળવા ગયા હતા. તે ઓચિંતા ભારે તાવ અને કફનો ભોગ બનતા કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે સંક્રમિત આવ્યા હતા.

12 દિવસની સારવાર પછી અમદાવાદ વિમાનમાર્ગે લવાયા

ચંદ્રકાન્ત પટેલનો દિકરો અર્જૂને જણાવ્યું હતું કે, “હૉસ્પિટલમાં ઘણા દિવસ ગાળવા છતાં તેમની હાલત કથળતી જતી હતી. આથી, અમે તેમને બીજી હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો. કોઈએ અમને અમદાવાદની ખાનગી હૉસ્પિટલ અંગે સારો રેફરન્સ આપ્યો અને અમે એ જ દિવસે તેમને વિમાન માર્ગે અમદાવાદ લઈ આવ્યા હતા.”

આ પણ વાંચો:અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનના વિતરણ બાબતે ઉભી કરવામાં આવી વ્યવસ્થા

દર્દીને બીજી તકલીફો પણ જોવા મળી

એરોટ્રાન્સ સર્વિસિસ નામની અમદાવાદ સ્થિત એર ચાર્ટર સર્વિસ કંપનીએ દર્દીના સગાં, એર ટીમ અને સ્થાનિક હૉસ્પિટલની ટીમ સાથે સંકલન કરી એ જ દિવસે પંતનગરથી દર્દીને સલામત રીતે અમદાવાદની હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. પટેલને ફેફસામાં 90 ટકા ચેપ હોવાની સાથે શ્વાસોશ્વાસમાં અત્યંત ગંભીર અને તીવ્ર રેસ્પીરેટરી સિન્ડ્રોમ જોવા મળ્યો હતો. તેમનુ ઓક્સિજન સેચ્યુરેશનનું સ્તર 80 ટકા આસપાસ આવ્યું હતું. આ ઉપરાંત, હોસ્પિટલમાં શરૂઆતમાં તેમના રોકાણ દરમિયાન બીજી તકલીફો પણ જોવા મળી હતી.

દરરોજ 6થી 8 કલાક પ્રોન પોઝિશન રાખી

હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ, ક્રિટિકલ કેર, મેડિસિન ડો.ભાગ્યેશ શાહે જણાવ્યું હતું કે, “દર્દીને એક વાર સિમ્સ કોવિડ કેર આઈસોલેશન ICUમાં દાખલ કર્યા પછી, વૈક્લ્પિક HFNC અને NIV સપોર્ટ સાથે ઘનિષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ તબક્કામાં પણ દર્દીને દરરોજ 6થી 8 કલાક પ્રોન પોઝિશનમાં રાખવામાં આવતા હતા. તે સેકન્ડરી બેક્ટેરીયલ ઈન્ફેકશનનો પણ ભોગ બન્યા હતા. આથી સમયસર દરમિયાનગીરી કરીને તેમની સંભાળ લેવામાં આવી હતી અને યોગ્ય એન્ટીબાયોટિક્સ આપવામાં આવી હતી. સિનિયર પ્લુમોનોજીસ્ટ ડો. પ્રદીપ ડાભીએ પણ તેમની સારવાર કરી હતી. તેમણે ન્યૂમોનિયાની સારવાર માટે બ્રોન્કોસ્કોપીનો ઉપયોગ કરીને સારવારમાં સહાય કરી હતી.”

આ પણ વાંચો:અમદાવાદ: કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

વેન્ટિલેટરનો ઉપયોગ ટાળી શકાયો

અર્જૂન પટેલે જણાવ્યું હતું કે, તેમના પિતાએ કોવિડ-19 ICUમાં 8 દિવસ અને રેગ્યુલર ICUમાં આશરે 5 સપ્તાહ વિતાવ્યાં હતાં અને છેલ્લા 2 સપ્તાહથી તેમને પ્રાઇવેટ રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેમણે દર્દીને ટ્રાન્સફર માટેના સુસંકલિત પ્રયાસોની પ્રશંસા કરી હતી. અર્જૂને એમ પણ જણાવ્યું હતું કે, હૉસ્પિટલના ડોક્ટર્સની સમયસર દરમિયાનગીરીને કારણે વેન્ટિલેટરનો ઉપયોગ ટાળી શકાયું હતું.

અમદાવાદમાં કોઈ સગા ન હોવા છતાં

અમદાવાદ જ્યારે કોવિડ-19ની સારવાર માટેનું નેશનલ મેડિકલ હબ તરીકે ઉભરી રહ્યુ છે. આ કિસ્સામાં જે રીતે જોવા મળ્યુ તે મુજબ મુંબઈના દર્દીએ સારવાર માટે અમદાવાદને પસંદ કર્યુ છે. અમદાવાદ હવે કોવિડ કાળ દરમિયાન નેશનલ મેડિકલ હબ પૂરવાર થયુ છે. આ કેસમાં જાણવા મળ્યુ તે મુજબ અમદાવાદમાં કોઈ સગા નહી હોવા છતાં મુંબઈના દર્દીએ અમદાવાદ સ્થિત એર ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરીને છેક પંતનગરથી વિમાનમાં અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેવાનુ પસંદ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details