ગુજરાત

gujarat

ETV Bharat / city

બાપુનગરમાં 1 કિલો ગાંજા સાથે મા-દીકરી ઝડપાઇ, 2 ભાઈ ફરાર - 2 મહિલા ઝડપાઈ

યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો મોટી માત્રામાં દેશભરમાં આવે છે. ત્યારે આવી પ્રવૃતિઓ અટકાવવા પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં રહી છે. તેવામાં બાપુનગર પોલીસે 1 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે મા-દીકરીને ઝડપી પાડી છે.

બાપુનગરમાં 1 કિલોના ગાંજા સાથે મા-દીકરી ઝડપાઈ, 2 ભાઈ ફરાર
બાપુનગરમાં 1 કિલોના ગાંજા સાથે મા-દીકરી ઝડપાઈ, 2 ભાઈ ફરાર

By

Published : Oct 15, 2020, 4:07 PM IST

અમદાવાદ: બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, ઈકબાલ પઠાણ અને તેનો ભાઈ આમિર પઠાણ ગાંજાનો ધંધો કરે છે. તેઓ ગાંજાનો જથ્થો અહીં વેચવા માટે લાવ્યા છે અને આ જથ્થો તેમની માતા અને બહેનને આપ્યો છે. આથી પોલીસે રેડ કરીને રિહાની બીબી અને તેમની દીકરી તૈયબ્બા પઠાણને ઝડપી પાડ્યા હતા.

બાપુનગરમાં 1 કિલોના ગાંજા સાથે મા-દીકરી ઝડપાઈ, 2 ભાઈ ફરાર

ઝડપાયેલા મહિલા આરોપી પાસેથી 1 કિલો 448 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 14,480 જેટલી છે. પોલીસે રેડ કરી ત્યારે ગાંજો મંગાવનારા ઈકબાલ અને આમીર નાસી ગયા હતા. આથી પોલીસે તે બંનેની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે 2 મહિલા આરોપી અને અન્ય 2 ફરાર આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details