અમદાવાદ રાજ્યમાં વરસાદ હવે વિદાય લઈ ચુક્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં રોગચાળો (Mosquito borne diseases rise in Ahmedabad ) ઓછું થવાનું નામ ન લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ ( Ahmedabad 209 dengue cases ) , ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂ કેસ સામે આવી રહ્યા છે.જેને પગલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ( AMC Health Department ) માટે ડેન્ગ્યુના કેસમાં વધારો ચિંતાનો વિષય બન્યો છે.
7 દિવસમાં ડેન્ગ્યુના 209 કેસ નોંધાયાશહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ (Mosquito borne diseases rise in Ahmedabad ) મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં 209 ડેન્ગ્યુના કેસ ( Ahmedabad 209 dengue cases ) નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 27 કેસ,ઝેરી મેંલેરિયાના 8 કેસ, ચિકનગુનિયા 8 કેસ સામે આવ્યા છે. કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં કુલ 9606 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 858 સેમ્પલ લેવામાં આવ્યા છે.