ગુજરાત

gujarat

ETV Bharat / city

3,000થી વધુ કેમેરા રોજ 24 કલાક લૉક ડાઉનનું કરી રહ્યાં છે મોનિટરિંગ - લૉકડાઉન

અમદાવાદ મ્યુનિસિપલે કોરોના મહામારી સામે લડવા વધુ સઘન રણનીતિ બનાવી છે. એક વોર્ડમાં પોઝિટિવ વ્યક્તિ આવે તો દરેક વોર્ડમાં સંપર્કમાં આવેલા વ્યક્તિને શોધી કઢાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ માટે તમામ કંટ્રોલ રૂમ ધમધમતાં રહેશે.

3,000થી વધુ કેમેરા રોજ 24 કલાક લૉક ડાઉનનું કરી રહ્યાં છે મોનિટરિંગ
3,000થી વધુ કેમેરા રોજ 24 કલાક લૉક ડાઉનનું કરી રહ્યાં છે મોનિટરિંગ

By

Published : Apr 6, 2020, 8:04 PM IST

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલે કોરોના મહામારી સામે લડવા વધુ સઘન રણનીતિ બનાવી છે. કોર્પોરેશનને કોરોના સામે લડવાની માહિતી બીજા વર્ગમાં સરળતાથી પહોંચાડવા માટે પાલડીમાં મુખ્ય કંટ્રોલરૃમ ઉભો કર્યો છે ઉપરાંત સાત ઝોનમાં કંટ્રોલ રૂમ અને શહેરના ૪૮ વોર્ડમાં પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયાં છે.

3,000થી વધુ કેમેરા રોજ 24 કલાક લૉક ડાઉનનું કરી રહ્યાં છે મોનિટરિંગ

એક વોર્ડમાં પોઝિટિવ વ્યક્તિ આવે તો દરેક વોર્ડમાં સંપર્કમાં આવેલા વ્યક્તિને શોધી કઢાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ માટે તમામ કંટ્રોલ રૂમ ધમધમતાં રહેશે. કોરોનાને મ્હાત કરવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલે સક્રિયતા વધારી છે અને તાત્કાલિક ધોરણે કંટ્રોલરૂમ ઉભા કર્યા છે.

3,000થી વધુ કેમેરા રોજ 24 કલાક લૉક ડાઉનનું કરી રહ્યાં છે મોનિટરિંગ
આ કંટ્રોલરૂમમાં અમદાવાદમાં લગાડવામાં આવેલા ત્રણ હજારથી વધારે કેમેરાનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે તેમ જ 155 303 અને 104 ના નંબર પર જો કોઈ વ્યક્તિ સંપર્ક કરે તો તે પણ અહીંથી જ કરવામાં આવે છે. 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે અને જો કોઈ વિસ્તારમાં માણસોના ટોળાં કે લોકો lock down ભંગ કરતાં જોવા મળે તો તેની જાણકારી તરત જ પોલીસને આપવામાં આવે છે જેથી પોલીસ 10 મિનિટની અંદર જ તે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરે છે.

ABOUT THE AUTHOR

...view details