અમદાવાદની વાયએમસીએ કલબમાં 15 વર્ષ જૂની પરંપરાને જાળવતાં "ધી શાદી ફેસ્ટિવલ"નું આયોજન કરાયું છે. "ધ શાદી ફેસ્ટિવલ" એ લગ્ન અને તહેવારો સંબંધી ફેશન, લાઈફસ્ટાઈલ અને શોપીંગનું એક અનોખું પ્રદર્શન છે. ફેસ્ટિવલની મુલાકાત લેનારાઓને એક છત હેઠળ આધુનિક ફેશન ટ્રેન્ડના પરિયચ સાથે ખરીદીની આકર્ષક તક મળી રહેશે. ગુજરાત સ્થિત અગ્રણી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની રેડ ઈવેન્ટ્સ નિયમિતપણે ધ શાદી ફેસ્ટિવલનું આયોજન કરતી આવી છે અને આ વખતે ૬-૭ સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે સતત 16માં વર્ષે વાયએમસીએ ક્લબમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.
જે પરિવારોએ ચાલુ વર્ષે તેમના સંતાનો લગ્નગ્રંથિમાં જોડાવવા જઈ રહ્યાં છે, તેઓ માટે ધી શાદી ફેસ્ટિવલ તમામ પ્રકારની લગ્ન સંબંધી ખરીદી એક સ્થળે કરવાની તક પૂરી પાડે છે. "ધ શાદી ફેસ્ટિવલ" ભદ્ર અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોને તદ્દન નવા ફેશન ટ્રેન્ડ્સથી વાકેફ કરે છે અને તેનું પ્રત્યક્ષ નિદર્શનની તક આપે છે. ફેસ્ટિવલનું ઉદઘાટન સંતરામપુરના મહારાણી મંદાકિની કુમારીના હસ્તે કરવામાં આવ્યું છે.
વાયએમસીએ ક્લબમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં દેશના પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ તેમના કલેક્શન્સ રજૂ કર્યા છે. ૮૦ પ્રદર્શનકારોના કુલ ૨૦૦૦થી વધુ પ્રોડક્ટ્સનું પ્રદર્શન જોવા મળશે. જેમાં લગ્નસંબંધી તમામ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વેડિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોમ ડેકોર, બેગ્સ, ફૂટવેર, કેન્ડલ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરિઝનો સમાવેશ થશે. ડિઝાઈનર જ્વેલરી ફેસ્ટીવલનું સૌથી મહત્વનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત પરંપરાગત જ્વેલરીની વિશાળ શ્રેણી તો રહેશે જ.