ગુજરાત

gujarat

By

Published : May 8, 2020, 6:59 PM IST

ETV Bharat / city

વાલીઓના હૈયાને ટાઢક, વિદેશોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફરશે

કોરોના લોકડાઉનને કારણે વિદેશમાંં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાંજ ફસાઈ ગયા હતા. રાજય સરકાર દ્વારા વિવિધ દેશમાં ફસાયેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યાં છે. 10 મેના રોજ પરત ફરનારા વિદ્યાર્થીનું સ્ક્રિનિંગ કરી ક્વોરનટાઈન કરવામાં આવશે.

Etv bharat, Ahmedabad Airport
Ahmedabad Airport

અમદાવાદઃ કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે અમલી બનાવાયેલા લોકડાઉનમાં વિદેશમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓને વિદેશથી પરત લાવવા રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. વિદેશ મંત્રાલય સાથે પરામર્શમાં રહીને કરેલા પ્રયાસોના ફળદાયી પરિણામ સ્વરૂપે 10મી મે ના રોજ સવારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાત પરત ફરશે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે વિદ્યાર્થીઓને પરત લાવ્યાં બાદ તેમના આરોગ્યની ચકાસણી સ્ક્રીનિંગ તથા અન્ય કામગીરીની આજે વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારોની સતત માંગ હતી કે, અમારા બાળકોને શક્ય એટલા વહેલા પરત લાવવામાં રાજય સરકાર સક્રિય પ્રયાસો કરે. તેના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને આ વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓ વોશિંગ્ટન ડીસી, કુવેત, દુબઈ, ફિલિપાઇન્સ વગેરેથી અહીં પરત ફરી રહ્યા છે. આ અંગે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. વિદેશથી પરત ફરનારા વિદ્યાર્થીઓના પગલે તેમના વાલીઓ સહિત પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે.

ABOUT THE AUTHOR

...view details