અમદાવાદઃ રાજ્યમાં એક તરફ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કેરળમાં ચોમાસું (Monsoon 2022) બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે. આ જ કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન માટે પણ (Weather Update in Gujarat ) રાહ જોવી પડી શકે છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદના આગમન બાદ 15થી 18 દિવસમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે કેરળમાં 29મી મેના રોજ વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે. એ રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદ પડવાની શરૂઆત (Monsoon activity is likely to start on June 8 in Gujarat) થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 દિવસ પવન ફૂકાવાની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો સતત વધતો જઇ રહ્યો છે- દિવસે રસ્તે જતા લોકોની સંખ્યા આ ગરમીના કારણે ખૂબ જ ઘટી ગઇ છે. ત્યારે ગરમીથી કંટાળી ગયેલા લોકો માટે એક સારા (Monsoon 2022) સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં 8 જૂનથી પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ (Monsoon activity is likely to start on June 8 in Gujarat) થવાની સંભાવના છે. રાજ્યમાં લોકો છેલ્લા ઘણા સમયથી ચોસામાની રાહ (Weather Update in Gujarat ) જોઇ રહ્યા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો જો સુવિધા હોય તો ઘરમાં આખો દિવસ ACમાં જ બેસી રહેવાનું પસંદ કરી રહ્યા છે. વળી ઓફિસમાં કામ કરતા લોકો પણ કામનો સમય પૂર્ણ થયા બાદ પોતાના ઘરે ગયા બાદ બહાર જવાનું ટાળી રહ્યા છે. આના પરથી ગરમીનો પ્રકોપ કેટલો છે તે સ્પષ્ટપણે સમજી શકાય છે.