અમદાવાદઃ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન-4માં રાજ્ય સરકારોને પોતાની રીતે કેટલાક નિર્ણયો લેવા માટે છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાત બે એવા રાજ્યો છે કે જ્યાં કોરોના વાયરસ વધુ પ્રમાણમાં ફેલાયો છે. ત્યારે ગુજરાત સરકારે આંતર જિલ્લા હેરફેરને છૂટ આપી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા હજુ સુધી મહારાષ્ટ્રમાં આંતર જિલ્લા હેરફેરને છૂટ આપવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં આંતર જિલ્લાકીય હેરફેર પર પ્રતિબંધ હોવાથી ટ્રેનની બુક થયેલી ટિકીટના પૈસા રિફંડ મળશે - ગુજરાત
મહારાષ્ટ્ર અને ગુજરાત બે એવા રાજ્યો છે કે જ્યાં કોરોના વાયરસ વધુ પ્રમાણમાં ફેલાયો છે. ત્યારે ગુજરાત સરકારે આંતર જિલ્લાકીય હેરફેરને છૂટ આપી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા હજુ સુધી મહારાષ્ટ્રમાં આંતર જિલ્લા હેરફેરને છૂટ આપવામાં આવી નથી.
રેલવે મંત્રાલય દ્વારા જાહેરાત કરાઈ હતી કે 1, જૂનથી 200 જેટલી ટ્રેન ભારતભરમાં ચાલુ થશે. ત્યારે વેસ્ટર્ન રેલ્વે દ્વારા પણ મહારાષ્ટ્રના મુંબઈ અને બાંદ્રા સ્ટેશનથી ટ્રેનો દોડાવવામાં આવનાર છે.તે માટે irctc ની વેબસાઈટ પર બુકિંગ પણ શરૃ થઇ ગયું છે. કેટલીક ટિકિટ વેચાઈ પણ ગઈ છે. પરંતુ આ ટ્રેન સામાન્ય દિવસોમાં ચાલતી ટ્રેનની જેમ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શહેરોના રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. મહારાષ્ટ્રમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે જે ટિકિટ બૂક થઈ છે. તે મહારાષ્ટ્ર સરકારના નિયમની વિરુદ્ધ છે.
તેથી રેલવે દ્વારા મહારાષ્ટ્રના જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટેની બૂકિંગ થયેલ ટિકિટો રદ કરવામાં આવી છે. કોઇપણ પ્રકારના ચાર્જ કાપ્યા વગર પૂરેપૂરા ટિકીટના પૈસા આવા મુસાફરના ખાતામાં પરત જમા થશે.આવા મુસાફરોને રેલવે દ્વારા મેસેજ પણ મોકલી દેવામાં આવ્યાં છે. તો મહારાષ્ટ્ર સરકાર આ વિશે કોઈ વિશેષ સૂચના ન આવે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે રેલવે દ્વારા ટિકીટ બૂકિંંગ થશે નહીં.