- શહેરમાં IT વિભાગના દરોડા
- અમદાવાદ શહેરના 6 મોટા લેન્ડ ડિલરોના ત્યાં ITના દરોડા
- કુલ 24 થી વધુ જગ્યાઓ પર IT વિભાગની અલગ અલગ ટીમો કરી રહી છે દરોડાની કામગીરી
અમદાવાદ: શહેરમાં બિલ્ડરોના ત્યાં IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. IT દ્વારા બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. મોટા પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને વહેલી સવારે ચાર વાગ્યે દરોડા પાડવામાં આવ્યાં છે.
ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા
કુલ ચાર જિલ્લાની અલગ-અલગ ટીમના 100 જેટલાં આઈટી વિભાગના કર્મચારીઓ દરોડામાં જોડાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની આઈ.ટી વિભાગની ટીમ દરોડામાં જોડાઈ છે.
આ પણ વાંચો : રશિયન NSA નિકોલે પેત્રુશેવ NSA અજિત ડોભાલ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરાશે ચર્ચા
નામાંકિત ગ્રુપોના ત્યાં IT વિભાગ ત્રાટક્યું
શહેરનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં IT વિભાગ ત્રાટક્યું છે, જેમાં નામાંકિત ડિલરો અને મીડિયા ગ્રુપ સાથે સંકળાયેલા લેન્ડ ડિલરો ITની ઝપટે ચડી ગયા છે.મીડિયામાં રહેલા નામાંકિત ગ્રુપ પર પણ ITની તવાઇ બોલાવવામાં આવી છે. અન્ય એક નામાંકિત ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. કુલ 24થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી ચાલી રહી છે. નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજના ત્યાં પણ IT વિભાગે સપાટો બોલાવ્યો છે. વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.
આ પણ વાંચો :અફઘાનિસ્તાનના કુખ્યાત નવા ગૃહપ્રધાન હક્કાની પર 50 લાખ અમેરિકી ડોલરનું ઈનામ