ગુજરાત

gujarat

ETV Bharat / city

MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી - ડ્રગ પેડલર સોહિલ ચૌહાણની એસઓજી દ્વારા ધરપકડ

અમદાવાદના જુહાપુરામાં ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાના એમ.ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત (MD Drugs Seized in Ahmedabad )કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી (Drug peddler Sohil Chauhan arrested by SOG Crime) અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે. કોણ છે પકડાયેલ ડ્રગ્સનો સોદાગર જોઈએ આ અહેવાલમાં.

MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી
MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી

By

Published : May 20, 2022, 8:17 PM IST

અમદાવાદ- અમદાવાદમાં ડ્રગ સાથે ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. જુહાપુરામાં નશો કરવા માટે નશાનો વેપાર શરૂ કરનાર આરોપીની એસ.ઓ.જી ક્રાઇમ ધરપકડ (A drug peddler arrested with Drugs in Ahmedabad ) કરી છે. ડ્રગ્સ પેડલર પાસેથી લાખો રૂપિયાના એમ.ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત (MD Drugs Seized in Ahmedabad ) કરવામાં આવ્યો. પકડાયેલો આરોપી (Drug peddler Sohil Chauhan arrested by SOG Crime) અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે. વધુ એકવાર આ રીતે અમદાવાદમાં એમડી ડ્રગ ઝડપાયું છે.

આરોપી સોહિલ રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો લેતો હોવાનું સામે આવ્યું છે

2.85 લાખનું એમ.ડી.ડ્રગ્સ -એસ.ઓ.જી ક્રાઇમની ગિરફતમાં રહેલ (MD Drugs Seized in Ahmedabad ) સોહિલ ચૌહાણ 2.85 લાખના એમ.ડી.ડ્રગ્સના જથ્થા (MD Drugs Seized in Ahmedabad )સાથે પકડાયો છે..એસ.ઓ.જીને બાતમી મળી હતી કે વેજલપુર મામલતદાર કચેરી પાસે એમ.ડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી વોચ ગોઠવીને આરોપી સોહિલ ચૌહાણને એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો. ડ્રગ પેડલર સોહિલ ચૌહાણની એસઓજી દ્વારા ધરપકડ બાદ તપાસ કરતા બહાર આવ્યું કે પકડાયેલો આરોપી સોહિલ ડ્રગ્સ પેડલર હતો.. જેણે અમદાવાદના રાજા નામના પેડલર પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું.

આ પણ વાંચોઃ ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

પૂછપરછમાં બહાર આવી આ માહિતી- ડ્રગ્સ પેડલર સોહિલ ચૌહાણની (Drug peddler Sohil Chauhan arrested by SOG Crime) પૂછપરછ કરતા સામે આવ્યું છે કે સિફા હોસ્પિટલમાં નોકરી કરતો અને અન્ય એક મેડિકલ સ્ટોરમાં નોકરી હતો. ત્યાં કફ સીરપના નશાના રવાડે ચઢ્યો હતો.તેવામાં સોહિલ રાજા નામના પેડલરના સંપર્કમાં આવતા જ રાજા પાસેથી સોહિલ ડ્રગ્સનો જથ્થો (MD Drugs Seized in Ahmedabad ) લાવી અને છૂટકમાં વેચાણ કરતો હતો..જેમાં એક પડીકીના 1500 થી 2000 રૂપિયામાં ડ્રગ્સની પડીકીઓ વેચતો હતો. આરોપી સોહિલ જુહાપુરા,સરખેજ અને વેજલપુરની ચ્હાની કીટલીઓ પર ડ્રગ્સની પડીકી વેચતો હતો.આરોપી સોહિલ પણ ડ્રગ્સનો બધાણી છે જેથી પોતાને ડ્રગ્સ લેવા પૈસા ન હોવાથી ડ્રગ્સ લાવી અને વેચતો અને પોતે પણ ડ્રગ્સનો નશો કરતો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાંથી પ્રથમ વખત આ પ્રકારનું કરોડોનું ડ્રગ્સ અહિંથી ઝડપાયું

હવે રાજાની શોધખોળ-એમ.ડી ડ્રગ્સના નેટવર્કમાં (MD Drugs Seized in Ahmedabad ) રાજા નામના શખ્સનું નામ સામે આવ્યું છે.આરોપી સોહિલ રાજા (Drug peddler Sohil Chauhan arrested by SOG Crime) નામના ડ્રગ ડીલર પાસેથી અગાઉ ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યો છે.જેથી એસ.ઓ.જી ટીમે રાજા નામના પેડલરની શોધખોળ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details