ગુજરાત

gujarat

ETV Bharat / city

MD Drugs Seized in Ahmedabad: અમદાવાદમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ પેડલર પણ ઝડપાયો - કારંજ પોલીસની ટીમ એલર્ટ

અમદાવાદમાં પોલીસે ફરી એક વાર ડ્રગ પેડલરોની કમર તોડવાનો પ્રયાસ (MD Drugs Seized in Ahmedabad) કર્યો છે. તેવામાં પોલીસે બાતમીના આધારે ફરી એક વાર ડ્રગ્સ પકડાયું છે. સાથે જ ડ્રગ પેડલરની 3.30 ગ્રામ એમ. ડી. ડ્રગ્સ સાથે પણ ધરપકડ કરી છે. જોકે, આ ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો મોટો આરોપી ફિરોઝ ચોરનો ભાઈ હોવાનું સામે આવ્યું હતું.

MD Drugs Seized in Ahmedabad: અમદાવાદમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ પેડલર પણ ઝડપાયો
MD Drugs Seized in Ahmedabad: અમદાવાદમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ પેડલર પણ ઝડપાયો

By

Published : Jan 1, 2022, 10:07 AM IST

અમદાવાદઃ શહેરમાં હવે ડ્રગ્સ પકડાવવું કંઈ નવી વાત નથી. ત્યારે અમદાવાદમાં પોલીસે ફરી એક વાર ડ્રગ પેડલરની ધરપકડ (A drug peddler arrested with Drugs in Ahmedabad) કરી છે. કારંજ પોલીસે આરોપી પાસેથી 3.30 ગ્રામ એમ. ડી. ડ્રગ્સ પણ પકડી પાડ્યું (MD Drugs Seized in Ahmedabad) છે. આ સાથે જ ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો મોટો આરોપી ફિરોઝ ચોરનો ભાઈ હોવાનું પણ સામે આવ્યું હતું.

પોલીસે ડ્રગ પેડલરની પણ કરી ધરપકડ

આ પણ વાંચો-Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર

પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કરી કબૂલાત

કારંજ પોલીસે પકડેલા આરોપીનું નામ મોહમ્મદ લતીફ શેખ છે, જે પટવા શેરીમાં રહે છે. આરોપી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળવાનો હોવાની બાતમી મળતા જ કારંજ પોલીસની ટીમ એલર્ટ (Karanj police team alert) થઈ ગઈ હતી. આરોપી પસાર થતા જ તેને રોકીને તપાસ કરવામાં આવી હતી તો આરોપી પાસેથી એમડી ડ્રગ્સ (Drugs Seized in Ahmedabad) મળી આવ્યું હતું. 3.30 ગ્રામ એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરવામાં આવતા તેણે અનેક કબૂલાત (MD Drugs Seized in Ahmedabad) કરી હતી.

આ પણ વાંચો-Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

આરોપી દરિયાપુરના એક વ્યક્તિ પાસેથી લાવ્યો હતો ડ્રગ્સ

આરોપી પોતે એમડી ડ્રગ્સ દરિયાપુરના એક વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. એક ગ્રામ 10,000ની કિંમતનું હોવાથી આરોપી 30,000માં આ ડ્રગ લાવ્યો અને કોઈ વ્યક્તિને આપવાનો (MD Drugs Seized in Ahmedabad) હતો. આરોપી તો પોતે તો ડ્રગ પેડલર છે જ પણ તેનો ભાઈ ફિરોઝ ચોરનું નશાની દુનિયામાં મોટું નામ છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચે ફિરોઝ ચોરની ધરપકડ કરી હતી. ત્યારે બને ભાઈઓ ક્યાં ક્યાં ડ્રગ (Drugs Seized in Ahmedabad) સપ્લાય કરતા હતા કેટલા સમયથી લોકોને નશાની આદત પડાવી રહ્યા છે. તે દિશામાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

આરોપી અંગે પોલીસે તપાસ શરૂ કરી

આરોપી અગાઉ પણ ક્યારેય પકડાયો છે કે કેમ તે બાબતે હવે તપાસ થશે. સાથે જ ફરી એક વાર પટવા શેરીનો વ્યક્તિ એમડી ડ્રગ (MD Drugs Seized in Ahmedabad) સાથે પકડાયો અને અગાઉ પણ પટવા શેરીના અનેક લોકો એવા ગુનામાં પકડાતા હવે તમામ ખેપિયાઓની કે પેડલરોની કમર તૂટી રહી છે તેવું ચોક્કસથી કહી શકાય.

ABOUT THE AUTHOR

...view details